યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલ ખાતે ગત છ ફેબ્રુઆરીના રોજ રીપબ્લિકન પાર્ટીના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટને સંબોધનમાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકાની બંને રાજકીય પાર્ટીઓના નેતાઓ અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં ગાયત્રી મંત્રનું પઠન કર્યુ હતું.
1953થી જ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ કાર્યક્રમ અમેરિકન કોંગ્રેસના સભ્યો માટે દેશ, પોતાના નેતાઓ અને પોતાના વિદેશી મિત્રો માટે પ્રેમ, એખલાસ અન એકતાની ભાવના સાથે પ્રાર્થના કરવા માટેની એક તક રહ્યો છે.
રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ કાર્યક્રમને પોતાના સહયોગીઓ સાથે મળીને સંબોધન કરવું તેમજ અમેરિકન સમુદાયને એકજૂથ કરવા માટે આયોજીત કાર્યક્રમમાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવું સન્માનની વાત છે. આપણે અગણિત આસ્થા ધરાવતા લોકોનો દેશ છીએ, ત્યારે આપણે આપણા સમાન મૂલ્યો અને માનવતાના જોરે એકજૂથ છીએ. હું મારા સહયોગીઓ સામે ગાયત્રી મંત્રનું પઠન કરી શક્યો તે બદલ ખુબ જ આભારી છું કારણ કે આપણે તમામ આસ્થાના અમેરિકનોને સામેલ કરવા માટે સર્કલનો વિસ્તાર કરવા કામ કરી રહ્યા છીએ.
કૃષ્ણમૂર્તિએ સંસ્કૃતમાં ગાયત્રી મંત્રનું પઠન કર્યા પછી તેનું અંગ્રેજી ભાષાંતર પણ રજૂ કર્યું હતું.

LEAVE A REPLY