ઘરોના ખરીદી અને વેચાણને આધુનિક બનાવવાની મુખ્ય નવી યોજનાઓ અને લીઝધારકોના જીવનને સુધારવા માટે લેવાનારા વધુ પગલાંઓની સરકારે 9 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી. તેને કારણે લાખો લોકોનો સમય અને નાણાં બચશે. આ બધું ડિજિટલ પ્રોપર્ટી માર્કેટ સ્ટીયરિંગ ગ્રુપ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવશે.
પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ માટે હાલમાં લાગતા લગભગ પાંચ મહિનાના વર્તમાન વિલંબને ઘટાડવા માટેની પ્રક્રિયાને આ યોજના દ્વારા આધુનિક બનાવાશે. આ લાંબા વિલંબ માટેનું એક મુખ્ય કારણ ડિજિટલાઇઝેશનનો અભાવ અને ક્ષેત્રમાં જોડાવાનો અભાવ છે. પ્રોસેસને ડિજિટલ યુગમાં લાવવાથી ખરીદ-વેચાણ વ્યવહારો લગભગ એક મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. તેથી જ સરકાર મિલકતો અંગેની મુખ્ય માહિતીને ખોલી રહી છે. જેથી મિલ્કતનો ડેટા વિશ્વસનીય પ્રોફેશનલ્સ વચ્ચે વધુ સરળતાથી શેર કરી શકાશે.
આ સુધારાઓ મિલકતના ખરીદ-વેચાણમાં સામેલ દરેક વ્યક્તિને ખૂબ જ જરૂરી ખાતરી આપશે. યુકેમાં દર વર્ષે દસ લાખ સોદા થાય છે. લોકોની આંગળીના ટેરવે માહિતી ઉપલબ્ધ કરાવવાથી લોકો માટે હાઉસિંગ લેડર પર ચઢવાનું સરળ બનશે, લાંબા ગાળે વ્યક્તિગત રીતે ID શેર કરવાની જરૂરિયાત ઓછી થશે અને ટ્રાન્ઝેક્શન તૂટી જવાની સંખ્યામાં ઘટાડો થશે. લીઝધારકોના જીવનને સુધારવા માટેના ફેરફારો સાથેનો લીઝહોલ્ડ અને ફ્રીહોલ્ડ રિફોર્મ એક્ટ 2024 આવતા અઠવાડિયાથી રજૂ કરવામાં આવશે. રાઇટ ટુ મેનેજમેન્ટ પગલાં માટે ગૌણ કાયદો કાલે રજૂ કરવામાં આવશે. આ ફેરફારો 3 માર્ચથી અમલમાં આવશે અને તે વધુ લીઝધારકોને તેમના મકાનોનું નિયંત્રણ મળવવા સશક્ત બનાવશે.

LEAVE A REPLY