ઇસ્લામોફોબિયા પર 2018ના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) ના અહેવાલના તારણો બાદ અન્ય ધાર્મિક સમુદાયો અને વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત સિદ્ધાંત પર પડનારી વ્યાપક અસરનું પૂરતું મૂલ્યાંકન કર્યા વિના ઇસ્લામોફોબિયાની કઠોર અને વિવાદાસ્પદ વ્યાખ્યા અપનાવવાની સરકારની વિચારણા અંગે હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) દ્વારા ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘’હિન્દુ કાઉન્સિલ યુકે બધા ધાર્મિક સમુદાયો સાથે સમાન આદર અને વિચારણા સાથે વ્યવહાર કરવા માટે સરકારને એક સંતુલિત, સમાવેશી અભિગમ અપનાવવા વિનંતી કરે છે. ભેદભાવને મૂળભૂત સ્વતંત્રતાઓની કિંમતે સંબોધવાને બદલે અપનાવવામાં આવતી કોઈપણ નીતિ ખુલ્લા અને લોકશાહી સમાજના મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હોવી જોઈએ. ધાર્મિક સિદ્ધાંતોની ટીકાને રેસીયલ તિરસ્કાર સાથે સરખાવતી ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા રજૂ કરવી એક ખતરનાક મિસાલ સ્થાપિત કરે છે. આ પગલુ ફક્ત વ્યાપક સામાજિક એકતા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.’’
યાદીમાં જણાવાયું હતું કે ‘’હિન્દુ કાઉન્સિલ ઇસ્લામોફોબિયા સહિત કોઈપણ ધાર્મિક જૂથ સામે ભેદભાવ અને નફરત અંગેના સરકારના મંતવ્યોને સ્વીકારે છે અને કોઈપણ ધર્મ પરત્વેની નફરતની સ્પષ્ટપણે નિંદા કરે છે. સરકારના મુસ્લિમ વિરોધી નફરતનો સામનો કરવાના પ્રયાસો પ્રશંસનીય છે પરંતુ એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ઉગ્રવાદી વિચારધારાઓની થઇ રહેલી કાયદેસરની ટીકા સમગ્ર મુસ્લિમો સામેની કટ્ટરતા સાથે ભેળસેળ ન થાય. ધાર્મિક અને બૌદ્ધિક સ્વતંત્રતાઓ બંનેનું રક્ષણ કરવા માટે આ ભેદ મહત્વપૂર્ણ છે.’’
‘’હિન્દુત્વ શબ્દનો સામાન્ય મૂળભૂત અર્થ ‘હિન્દુનેસ’ થાય છે પણ હિન્દુ ધર્મનો સાર ઘણીવાર ખોટી રીતે રજૂ કરવામાં આવે છે અને તેને હિન્દુ ઉગ્રવાદ સાથે સરખાવવામાં આવે છે. સમગ્ર ધાર્મિક ઓળખને બદનામ કરવા માટે આ પરિભાષાનો ઉપયોગ થાય તે ખૂબ જ ચિંતાજનક છે. ઐતિહાસિક રીતે, ફાશીવાદી અને કોલોનીયલ શાસન દ્વારા સમુદાયોને હાંસિયામાં ધકેલી દેવા અને નિયંત્રિત કરવા માટે આવી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર ભાષાકીય હેરાફેરી સામે સતર્ક રહે તે હિતાવહ છે જે એકતાને બદલે વિભાજનને પ્રોત્સાહન આપે છે.’’
‘’રેસીઝમ સાથે ઇસ્લામોફોબિયાને જોડવાનો પ્રસ્તાવ ખાસ કરીને સમસ્યારૂપ છે. હિન્દુ ધર્મની જેમ ઇસ્લામ પણ એક એવો ધર્મ છે જે તમામ જાતિ અને વંશીય પૃષ્ઠભૂમિના અનુયાયીઓને આવકારે છે. ધાર્મિક ઓળખને વંશીય ઓળખ સાથે ભેળવવાથી કાયદા હેઠળ સમાન રક્ષણના સિદ્ધાંતોને નુકસાન થવાનું જોખમ રહે છે અને અજાણતાં કાનૂની અને સામાજિક અસંગતતાઓ તરફ દોરી શકે છે.’’
યાદીમાં કહ્યું હતું કે ‘’એક ધાર્મિક જૂથને બીજાઓ કરતાં રક્ષણ આપવા પર પસંદગીયુક્ત ધ્યાન કેન્દ્રિત કરવાથી હિન્દુઓ અને અન્ય સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા ઐતિહાસિક અન્યાય, ધમકીઓ અને ભેદભાવને અવગણવામાં આવે છે. હિન્દુ કાઉન્સિલ યુકે લાંબા સમયથી ‘હિન્દુમિશિયા’ ની માન્યતા માટે હિમાયત કરી રહ્યું છે, જે ‘હિન્દુફોબિયા’ કરતાં હિન્દુઓ સામેના તિરસ્કારનું વધુ સચોટ વર્ણન કરે છે. હિન્દુઓએ વર્ષો સુધી પ્રણાલીગત સતામણી અને ભેદભાવનો સામનો કર્યો છે. ધાર્મિક ભેદભાવને સંબોધતા કોઈપણ સરકારી માળખાએ બીજાના ભોગે એકને વિશેષાધિકાર આપવાને બદલે તમામ ધર્મ જૂથોમાં સમાનતા સુનિશ્ચિત કરવી
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)