રાજકોટવાસીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી આશિર્વાદરૂપ અને જીવાદોરી સમાન બનેલી સરકારની ‘સૌની’ યોજના થકી ફરી એક વખત ભરશિયાળે શહેરનાં મુખ્ય બે પાણીનાં સ્ત્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમ છલકાય જવા પામ્યા છે અને આજી-1 તો ઓવરફ્લો પણ થવા લાગ્યા હતો.
29 ફૂટની સપાટી ધરાવતો અને 917 એમસીએફટી પાણીની સંગ્રહ ધરાવતા આજી-1 ડેમમાં છેલ્લા એકાદ માસથી આરએમસીની ડિમાન્ડ મુજબ રાજકોટ સિંચાઇ વિભાગની સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવે છે અને ડેમમાં સતત નવું પાણી આવતા ગત સપ્તાહે ભરશિયાળે આજી-1 ઓવરફ્લો થઇ ગયો હતો.
રાજકોટ સિંચાઇ વિભાગના ઇજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ આજીમાં મહિના દિવસથી સૌની યોજનાનું પાણી ઠલવાય છે. ગત સપ્તાહે ડેમની સપાટી 28.50 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી.
આજીની સાથોસાથ રાજકોટનો ન્યારી-1 ડેમ પણ છલકાઇ ગયો હતો. સિંચાઇ વિભાગનાં જણાવ્યા મુજબ 25 ફૂટે છલકાતો અને 1248 એમસીએફટી પાણીની સંગ્રહ સમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં ગત ગુરૂવાર સુધીમાં 609 એમસીએફટી નર્મદાનીર સિંચાઇ વિભાગે ઠાલવી દીધા હતા અને બપોરે ન્યારી-1ની સપાટી 24.76 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી.

LEAVE A REPLY