પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગત બુધવારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. તેમણે કહ્યું કે તેમનો દેશ કાશ્મીરીના લોકોને ટેકો આપવાનું ચાલુ રાખશે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીર એકતા દિવસ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાના સત્રને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. શરીફે કહ્યું કે અમે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું ભારતે 5 ઓગસ્ટ 2019 ની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને આપેલા વચનો પૂરા કરવા જોઈએ. તેમજ વાતચીત શરૂ કરવી જોઈએ.

LEAVE A REPLY