2025માં ટોચના દસ એવા દેશો સામે આવ્યા છે જ્યાં સોનું ભારત કરતાં સસ્તું છે. સોનું એક કિંમતી ધાતુ છે. જેને લોકો રોકાણ, શણગાર અથવા સંસ્કૃતિ માટે ખરીદતા હોય છે. જોકે, કરવેરા, આયાત શુલ્ક અને બજારની માંગ જેવા વિવિધ પરિબળોને કારણે દરેક દેશ માટે ગોલ્ડના ભાવ અલગ અલગ હોય છે.
અમુક દેશોમાં સોનાની ઘણી ઓછી કિંમત ઓફર કરવામાં આવે છે. આ રાષ્ટ્રો સોનાની ખરીદીનું હબ છે. ચોથી ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂા. 85,370 હતી. જ્યારે 22 કેરેટ સોનાની પ્રતિ દસ ગ્રામ કિંમત 28,250.27 હતી. આયાત જકાત અને કરમાં ઘટાડો થવાને કારણે કેટલાક દેશોમાં સોનું ભારત કરતાં સસ્તાં ભાવે મળી રહ્યું છે. ઉદાહરણ તરીકે આવા દેશોમાં યુએઇ, (દુબઇ) હોંગકોંગ અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. જ્યાં સોનું સ્પર્ધાત્મક ભાવે વેચાય છે.
નીચા ભાવે સોનું ખરીદવા માટે ખરીદદારો વારંવાર આ દેશોનો પ્રવાસ કરતાં હોય છે. વિશ્વમાં કેટલાક દેશો એવા છે, જ્યાં સોનાનો ભાવ ઓછો છે ત્યારે આવા દેશોની માહિતી ઘણી રસપ્રદ બની જાય છે.
દેશ દસ ગ્રામ દીઠ 24 કેરેટ
સોનાની કિંમત (રૂા.માં)
અમેરિકા 72,280
ઓસ્ટ્રેલિયા 73,580
સિંગાપોર 77,110
સ્વિટ્ઝર્લેન્ડ 78,660
ઇન્ડોનેશિયા 78,860
યુએઇ 78,960
તુર્કી 79,310
હોંગકોંગ 79,400
કોલંબિયા 79,500
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)