ગુજરાતના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં મહાકુંભ મેળાની મુલાકાત દરમિયાન મીડિયાને કહ્યું હતું કે, 7 ફેબ્રુઆરીએ તેમના નાના પુત્ર જીતના લગ્ન સાદગીપૂર્ણ અને જૈન પરંપરા મુજબ યોજાશે. શુક્રવારે જીતના લગ્ન’બહુજન હિતાય, બહુજન સુખાય’ના ધ્યેય સાથે સંપન્ન થયા હતા. આ અવસરે તેમણે રુ.10,000 કરોડની માતબર રકમની સખાવત જાહેર કરી હતી. આ સખાવતનો મહત્ત્વનો ભાગ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોટાપાયે ઉપયોગમાં લેવાશે.
લગ્નના બે દિવસ પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા 21 દિવ્યાંગ યુગલોને પોતાના ઘરે મળીને સંસારી જીવનની શુભકામનાઓ પાઠવી હતી. ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવ પરિણીત મહિલાઓને તેમના જીવનમાં મદદરુપ થવા માટેના કાર્યક્રમ ‘મંગલ સેવા’ની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે નવપરિણીત આવી 500 દિવ્યાંગ દરેક મહિલાઓને રુ.10 લાખની આર્થિક મદદ પ્રદાન કરાશે.

LEAVE A REPLY