સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના ઓઠા હેઠળ કાર્યરત ગેરકાયદે રોકાણ સલાહકાર સર્વિસીઝ પર કાર્યવાહી કરવામાં આવી છે. સેબી દ્વારા અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ અને તેની પાંચ સંલગ્ન સંસ્થાઓની આવકના રૂ. 53.67 કરોડ જપ્ત કર્યા છે. આ સ્ટોક માર્કેટ ટ્રેનિંગ સ્કૂલ- લેટ્સ મેક ઈન્ડિયા ટ્રેડ (LMIT), માસ્ટર્સ ઇન પ્રાઇસ એક્શન ટ્રેડિંગ (MPAT) અને ઓપ્શન્સ મલ્ટિપ્લાયર (OM) જેવા વિવિધ અભ્યાસક્રમો ફી લઇને ચલાવે છે.
સેબીની આ કાર્યવાહી- આ અભ્યાસક્રમોના 42 વિદ્યાર્થીઓ દ્વારા થયેલી ફરિયાદના પગલે કરવામાં આવી હતી, જેમાં સ્કૂલ દ્વારા આપવામાં આવતી કથિત નોંધણી વગરના રોકાણ સલાહકાર અને રીસર્ચ એનાલિસ્ટની સર્વિસ અંગે જણાવવામાં આવ્યું હતું.
સેબીએ એક વચગાળાના આદેશમાં, તેની સંલગ્ન સંસ્થાઓને કારણદર્શક નોટિસ આપીને પૂછ્યું હતું કે, વિવિધ અભ્યાસક્રમો માટે ફી તરીકે એકત્ર કરાયેલા રૂ. 104.6 કરોડ કેમ જપ્ત ન કરવા જોઈએ. સેબીએ અસ્મિતા પટેલ, અસ્મિતા જીતેશ પટેલ અને જીતેશ જેઠાલાલ પટેલને નોંધણી વગરના રોકાણ સલાહકાર અને રીસર્ચ એનાલિસ્ટ તરીકે સર્વિસ આપવાનું બંધ કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત આ લોકો અને તમામ છ સંલગ્ન સંસ્થાઓને સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY