ભારતના જાણીતા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટમાં દાવો કર્યો હતો કે, તેમના ઉપર બેંકોનું રૂ. 6200 કરોડનું દેવું હતું, તેના કરતાં અનેક ગણી રકમ સરકારે વસુલ કરી છે. પોતાના આ દાવા ઉપરાંત માલ્યાએ પોતાની પાસેથી અને યુનાઇટેડ બ્રેવરીઝ (ફડચામાં ગયેલી કંપની) પાસેથી અત્યાર સુધી કેટલી રકમની વસુલાત કરાઇ તેની તમામ વિગતો દર્શાવતા એક સ્ટેટમેન્ટની કોપી આપવાની પણ માગણી કરી હતી.
તાજેતરમાં માલ્યા દ્વારા દાખલ કરાયેલી આ પીટીશનના સંદર્ભે હાઇકોર્ટે લેણદાર બેંકોને નોટિસ પાઠવી હતી. ન્યાયમૂર્તિ દેવદાસે તમામ બેંકોને 13 ફેબ્રુઆરી સુધીમાં પોતાનો જવાબ આપવા જણાવ્યું હતું. માલ્યાએ વચગાળાની રાહત મેળવવા માટે પોતાની અરજીમાં હવે પછી બેંકો દ્વારા દેવાની વસુલીના ભાગ તરીકે પોતાની સંપત્તિના વેચાણ ઉપર મનાઇ હુકમ આપવાની પણ દાદ માગી હતી. તેણે પોતાના દેવા અંગેના સંપૂર્ણ સમાધાનનું પ્રમાણપત્ર ના આવે ત્યાં સુધી પોતાની વધુ કોઇ સંપત્તિનું વેચાણ ના થાય એવી કોર્ટને વિનંતી કરી હતી. માલ્યાના વકીલ ના જણાવ્યા પ્રમાણે, તમામ વસુલાત થઇ ચૂકી છે, તેમ છતાં વસુલાતની કાર્યવાહી હજુ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે, ડેટ રીકવરી ટ્રિબ્યુનલના આદેશમાં કિગફિશર એરલાઇન્સને પ્રથમ દેવાદાર અને રૂ. 6200 કરોડની ચૂકવણી માટે તેની કંપનીને ગેરેન્ટર તરીકે ઠરાવી છે, અને ટ્રિબ્યુનલનો તે આદેશ અંતિમ હતો, તેમ છતાં 2017થી ત્યાર સુધીમાં રૂ. 6200 કરોડથી અનેકગણી વધુ રકમની વસુલાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY