અમેરિકામાંથી ગેરકાયદે વિદેશીઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં નાણાકીય વર્ષ 2025-26 માટે એચ-1બી વિઝાની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 7 માર્ચથી શરૂ થશે અને 24 માર્ચે પૂર્ણ થશે. આ વર્ષે એચ-1બી વિઝા અરજીઓને સ્પોન્સર કરતી કંપનીઓને ઇ-રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે વધુ ફી ચુકવવી પડશે તેવું કહેવાય છે. ફી વધારા પછી આ વર્ષની ફી અરજીદીઠ 125 ડોલર હશે, જે ગત વર્ષની 10 ડોલરની ફી કરતાં ઘણી વધુ છે. એક રીપોર્ટ મુજબ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)ને એચ-1બી માટે 85,000થી વધુ રજિસ્ટ્રેશન થશે, જે વાર્ષિક મર્યાદાથી વધુ છે. રજિસ્ટ્રેશનના અંતે લોટરી સીસ્ટમ મુજબ પ્રક્રિયા હાથ ધરશે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)