નવનાત વણીક ભાગીની સમાજ દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ નવનાત સેન્ટર ખાતે સમણી નીતિ પ્રજ્ઞાજી અને સમણી મલય પ્રજ્ઞાજીની હાજરીમાં સામયિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા લગભગ ૨૪૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમણીજીએ ધાર્મિક વિધિઓ કરી હતી અને દરેક સદસ્યોને 2 સામાયિક કરાવ્યા હતા. જેમાં પ્રથમ 15 મિનિટ ધ્યાન માટે આપવામાં આવી હતી. સમણીજીએ આપણા કર્મના સિદ્ધાંત અને તે આપણને કેવી રીતે અસર કરે છે તે સમજાવ્યું હતું.  બંને સમણીજીને સ્ટેજ પર સફેદ પશ્મીના શૉલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ઉપપ્રમુખ જયશ્રીબેન વોરાએ સામણીજીનું  સમણીજીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ પ્રમુખ સરોજબેન વરિયા અને બે કન્વીનરો ભારતી શાહ અને તારલિકા મહેતાને સામાયિક શરૂ કરતા પહેલા મહેમાનોને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું.

કાર્યક્રમના કન્વીનર તારલિકા મહેતાએ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની વિગતો આપી હતી. સરોજબેન દ્વારા આરતી અને મંગલ દિવોની ઉચ્છમણી કરવામાં આવી હતી.

છેલ્લે ભારતીબેન શાહે આ કાર્યક્રમને પાર પાડવામાં મદદરૂપ થનાર નેમિષભાઈ અને પ્રીતિબેન મહેતા, સરોજબેન, સોનિયાબેન મહેતા અને અન્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY