આપણા સમાજમાં સંકલન માટેના પડકારોને સમજવા, સાઉથપોર્ટના રમખાણો પછી સામાજીક  એકતા અને જોડાણો કેવી રીતે ફરીથી બનાવી શકીએ અને સ્થિતિસ્થાપકતાને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે સમજવાનો પ્રયાસ કરવા બ્રિટિશ ફ્યુચર આ સ્પ્રિંગમાં એક નવા સ્વતંત્ર કમિશન ‘ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઓન કોમ્યુનિટી એન્ડ કોહેશન’ને સમર્થન આપી રહ્યું છે.

સાજિદ જાવિદ અને જોન ડેનહામના નેતૃત્વ હેઠળનું નવું કમિશન એકતા સુધારવાનો પ્રયાસ કરવા માટે લાખો લોકો સાથે વાત કરવાનો હેતુ ધરાવે છે. તે નીતિ નિર્માતાઓ માટે ભલામણો તૈયાર કરશે જે આપણા સમુદાયોના ભવિષ્ય માટે સામૂહિક દ્રષ્ટિકોણ બનાવશે અને વર્ષના અંત સુધીમાં અંતિમ અહેવાલ આવવાની અપેક્ષા છે.

આ કમિશનની અધ્યક્ષતા ભૂતપૂર્વ કોમ્યુનિટીઝ સેક્રેટરી પ્રોફેસર જોન ડેનહામ અને સર સાજિદ જાવિદ કરશે અને વિવિધ કમિશનરો સાથે કામ કરશે. ટુગેધર કોએલિશન દ્વારા બોલાવવામાં આવેલી આ પહેલને વડા પ્રધાન અને વિરોધ પક્ષના નેતાનું પણ સમર્થન છે.

બ્રિટિશ ફ્યુચર આ કમિશનને સમર્થન આપીને ખુશ છે અને તેના પ્રારંભિક પુરાવા આધારને વિકસાવવા માટે બેલોંગ સાથે કામ કરી રહ્યું છે.

ટુગેધર કોએલિશનના સભ્ય અને થિંકટેન્ક બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કટવાલાએ જણાવ્યું હતું કે “રમખાણોના છ મહિના પછી આ કરવાનો અત્યારે ખરેખર મહત્વપૂર્ણ સમય છે. જાતિવાદી અવ્યવસ્થાનું એક આઘાતજનક દ્રશ્ય જે મારા જીવનમાં ક્યારેય જોયું નથી. ભૂતકાળમાં મોટી ઘટનાઓ પછી સામાજીક એકતાને કેવી રીતે શ્રેષ્ઠ રીતે સુધારવી તે જોવાના પ્રયાસો થયા હતા પરંતુ તે ખૂબ જ નાની શરૂઆત હતી અને આગામી ઘટના ગમે તે હોય તે પહેલાં સમુદાય એકતા બનાવવા માટે કોઈ વાર્તા અથવા એજન્ડા નહોતો”.

LEAVE A REPLY