ભારતની સર્વિસીઝ ક્ષેત્રનો વૃદ્ધિ દર જાન્યુઆરી 2025માં બે વર્ષમાં સૌથી નીચો રહ્યો હતો. એક માસિક સર્વેના તારણો મુજબ ગયા મહિનામાં વેચાણો તેમજ સર્વિસીઝ ક્ષેત્રના આઉટપુટ પણ ખાસ પ્રોત્સાહક નહોતા.
સીઝન મુજબ એડજસ્ટ થતો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીઝ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ ડિસેમ્બર 2024માં 59.3 હતો તે ઘટીને જાન્યુઆરી 56.5 થયો હતો, જે નવેમ્બર 2023 પછીનો સૌથી નીચો દર છે. એચએસબીસીના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીના જણાવ્યા મુજબ કુલ નવા ઓર્ડર્સના ટ્રેન્ડ સામે કોન્ટ્રાસ્ટમાં ઈન્ટરનેશનલ સેલ્સમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ હતી. સર્વેમાં ભાગ લેનારાઓના જણાવ્યા અનુસાર એશિયા, યુરોપ તથા મિડલ ઈસ્ટઅને અમેરિકાના કામકાજમાં વધારો થયો હતો.
જો કે, ડિસેમ્બરથી નવી જોબ્સ ઉભી થવાના દરમાં વધારો થયો હતો અને ડિસેમ્બર 2005થી ડેટા એકત્ર કરવાનું શરૂ થયું ત્યારથી અત્યારસુધીમાં તે સૌથી વધુ ઝડપી વૃદ્ધિ નોંધાઈ હતી. ભારતના સર્વિસ પ્રોવાઈડર્સને વિશ્વાસ છે કે, આગામી 12 મહિનામાં બિઝનેસ એક્ટિવિટીમાં વધારો થશે.
આ પીએમઆઈની વિગતોની પ્રાપ્તિ અને રજૂઆત એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા સર્વિસીઝ ક્ષેત્રની લગભગ 400 જેટલી કંપનીઓને મોકલવામાં આવતી પ્રશ્નાવલિના મળતા પ્રત્યુત્તરોના આધારે તૈયાર કરાય છે.