વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની મુલાકાત લઇને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આ અવસરે તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, “પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો. મા ગંગા બધાને શાંતિ, જ્ઞાન, સારું સ્વાસ્થ્ય અને સંવાદિતાના આશીર્વાદ આપે. પ્રયાગરાજ મહાકુંભમાં આજે પવિત્ર સંગમમાં સ્નાન કર્યાં પછી મને પૂજા-અર્ચનાનું પરમ સૌભાગ્ય મળ્યું છે. મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરીને મનને અપાર શાંતિ અને સંતોષ મળ્યો છે. તેમની સમક્ષ તમામ દેશવાસીઓની સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. હર-હર ગંગે! પ્રયાગરાજના દિવ્ય-ભવ્ય મહાકુંભમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ દરેકને અભિભૂત કરી રહ્યો છે. ”
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)