૩૮મી નેશનલ ગેમ્સનું આયોજન તા. ૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. જેમાં ગુજરાતથી કુલ ૨૩૦ ખેલાડીઓ છે જે પૈકી ૧૦૩ ખેલાડી ભાઈઓ અને ૧૨૭ ખેલાડી બહેનો છે. જેમાં આર્યન નેહરાએ સ્વિમિંગની વિવિધ ઇવેન્ટમાં કુલ ૭ મેડલ (જેવી કે ૪ x ૧૦૦ મી ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ, ૧૫૦૦મી ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ, ૪૦૦ મીટર મેડલે (Medlay) ઇવેન્ટમાં સિલ્વર, ૪ x ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં સિલ્વર, ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં બોન્ઝ, ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, ૨૦૦ મીટર મેલે(Melay) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ) જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. અને આર્યન નેહરાએ નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં ૭ મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો છે. આર્યન નેહરા હાલ શક્તિદૂત યોજના અંતર્ગત અમેરિકાના યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા ખાતે જાણીતા આંતરરાષ્ટ્રીય કોચ એન્થની નેસ્ટીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે.