સરકારની પાર્લામેન્ટરી સ્ક્રુટીનીના મહત્વની ઉજવણી કરવા 76 વર્ષીય મહારાજા ચાર્લ્સે વિપક્ષના નવા નેતા કેમી બેડેનોકનું બકિંગહામ પેલેસ ખાતે હસતાં હસતાં ખુલ્લા હાથે સ્વાગત કર્યું હતું અને વિપક્ષના નેતાની ઔપચારિક મુલાકાત કરવાની ખોવાયેલી પરંપરાને પુનર્જીવિત કરી હતી.
3 ફેબ્રુઆરીના રોજ સવારે બકિંગહામ પેલેસ જઇ કિંગ ચાર્લ્સ સાથે બેઠક કરનાર કેમી બેડેનોક 19 વર્ષમાં પ્રથમ કોન્ઝર્વેટીવ વિપક્ષી નેતા બન્યા હતા. ભવ્ય 1844 રૂમના બકિંગહામ પેલેસમાં ચાર્લ્સે શ્રીમતી બેડેનોક સાથે અડધા કલાકની બેઠક દરમિયાન મહારાજા ચાર્લ્સ સ્મિત કરતા દેખાયા હતા.
એક શાહી સૂત્રએ જણાવ્યું હતું કે “આ મુલાકાતો મહારાણી રાણી એલિઝાબેથના શાસનકાળના છેલ્લા વર્ષોમાં બંધ થઇ હતી અને મહારાજાના નવા શાસનકાળમાં ફરી શરૂ થવું તે સૌજન્ય સમાન લાગે છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે પાર્લામેન્ટમાં પીએમ ક્વેશ્ચનેર કાર્યક્રમ પછી સરકારી બાબતોની ચર્ચા કરવા માટે કિંગ દર બુધવારે વડા પ્રધાન સાથે ખાનગી સાપ્તાહિક મુલાકાતનું આયોજન કરે છે.
ડેવિડ કેમરન છેલ્લા વિપક્ષી નેતા હતા જેઓ 2006માં પોતાની વરણી બાદ મહારાણીને ઔપચારિક રીતે મળ્યા હતા. પરંતુ તે પછી રાણી એલિઝાબેથે આ પ્રથા છોડી દીધી. જો કે રાણીએ તેમ શા માટે કર્યું તે મહેલના અધિકારીઓ શા માટે તે સમજાવી શક્યા નથી.
બેડેનોક પ્રીવી કાઉન્સિલ સભ્ય અને લિઝ ટ્રસ અને ઋષિ સુનક સરકારના મિનીસ્ટર તરીકે અને ગયા અઠવાડિયે નવા સાંસદો અને સાથીદારો માટેના એક રીસેપ્શનમાં રાજા અને રાણી કેમિલાને મળ્યા હતા.
સામાન્ય ચૂંટણીમાં ટોરી પાર્ટીની વિનાશક હાર બાદ નોર્થ વેસ્ટ એસેક્સના એમપી અને પૂર્વ ટ્રેડ સેક્રેટરી શ્રીમતી બેડેનોકે ઋષિ સુનકનું સ્થાન લીધું હતું.