ભારતની અંડર 19 મહિલા ટીમ ક્રિકેટ ટીમે થાઈલેન્ડમાં રમાઈ ગયેલી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં રવિવારે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવી પોતાનો વર્લ્ડ કપ વિજેતાનો તાજ જાળવી રાખ્યો હતો. ભારતીય ટીમે આ રીતે રેકોર્ડ કર્યો છે.
ભારત માટે દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલ સાવ આસાન રહી હતી. ભારતીય બોલરો સામે દક્ષિણ આફ્રિકા રીતસરનું ઘૂંટણિયે પડી જતાં ફક્ત 82 રનમાં ખખડી ગયું હતું. ભારતે વિજય માટેનો લક્ષ્યાંક 52 બોલ બાકી હતા ત્યારે સર કરી લીધો હતો. ભારતીય ક્રિકેટ ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી હતી. ભારતીય ટીમ 83 રનના લક્ષ્યાંક હાંસલ કરવા મેદાને પડી ત્યારે જરા પણ લાગ્યું ન હતું કે તે મેચ ગુમાવવાની સ્થિતિમાં હોય. ભારતે પહેલી વિકેટ 4.3 ઓવરમાં કમલિનીની ગુમાવી હતી. તે ફક્ત આઠ રન કરી આઉટ થઈ ગઈ હતી, તેના પછી ત્રિશા અને સાનિકાએ અણનમ ભાગીદારી સાથે ભારતનો વિજયી જયઘોષ કર્યો હતો.
ભારતે 11.4 ઓવરમાં એક વિકેટે 84 રન કરીને વર્લ્ડ ટાઇટલ જાળવ્યું હતું. ત્રિશાએ 44 અને સાનિકાએ અણનમ 26 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા પર ભારતીય બોલરોનું પ્રભુત્વ એટલું રહ્યું હતું કે તેની ચાર બેટર ખાતુ પણ ખોલાવી શકી નહોતી. ફક્ત વોન વોર્સ્ટે જ થોડો ગણો પ્રતિકાર કર્યો હતો અને ફાય ફાઉલીગેન્ગે 15 રન કર્યા હતા. ભારત તરફથી ત્રિશાએ 4 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.