કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત કરી હતી કે તે પાકિસ્તાન ગઈ હતી. તાજેતરમાં તેણે પાકિસ્તાની સ્ટાર હાનિયા આમિર વિશે વાત કરી હતી. રાખીએ એરપોર્ટ પરથી સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે તે અનેક સુટકેસ લઈને પાકિસ્તાન પહોંચી ગઈ છે અને હવે હાનિયા આમિર સાથે તેના ઘરે રહેશે. તેણે એમ પણ કહ્યું કે હાનિયાએ તેના કબાટમાં તેના માટે જગ્યા બનાવવી જોઈએ. તેણે પાકિસ્તાનમાં લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તે ઇચ્છે છે કે વસીમ અકરમ તેનો પતિ બને. હવે તેણે તેના લગ્નની જાહેરાત કરી છે અને તે પણ એક પાકિસ્તાની અભિનેતા સાથે. તેણે પાકિસ્તાનમાં અભિનેતા ડોડી ખાન સાથે લગ્ન કરવાની પોતાની યોજનાનો ખુલાસો કર્યો છે. ડોડી ખાન એક લોકપ્રિય પાકિસ્તાની અભિનેતા અને મોડેલ છે. તેમણે ‘દુર્જ’, ‘ઘબરાના નહીં હૈ’, ‘અખાડા’, ‘ચૌધરી’ સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. ડોડી ખાનના ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 23 હજાર ફોલોઅર્સ છે. કહેવાય છે કે તે અભિનેતા સંજય દત્તને ખૂબ જ પસંદ કરે છે. ડોડી ખાનને ફિટનેસ જાળવવાનો પણ શોખ છે અને તે પોતાનો મોટાભાગનો સમય જીમમાં વિતાવે છે. હવે ડોડીએ તેના એક વીડિયોથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયોમાં તે રાખી સાવંત પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.
ડોડી ખાને રાખીને ઇન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કર્યું હતું. તાજેતરમાં, ડોડી ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને રાખી સાવંતને ઉમરાહ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા છે. આ વીડિયોમાં, ડોડીએ આગળ કહ્યું,’મારે લગ્નની જાન ભારત કે દુબઈ લાવવી જોઈએ? લવ યુ. રાખીએ પોતાની અને ડોડીની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘હું ખૂબ ખુશ છું. આખરે, મને મારા જીવન માટે યોગ્ય જીવનસાથી મળી ગયો છે.’
રાખી સાવંતે ખુલાસો કર્યો છે કે, ‘લગ્ન પાકિસ્તાનમાં ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ થશે.’ રિસેપ્શન ભારતમાં યોજાશે અને અમે અમારા હનીમૂન માટે સ્વિત્ઝર્લેન્ડ અથવા નેધરલેન્ડ જઈશું. અમે દુબઈમાં સ્થાયી થઈશું. આ પહેલા રાખી સાવંત બે વાર લગ્ન કરી ચૂકી છે. રાખી સાવંતના આ ત્રીજા લગ્ન હશે. રિતેશ સિંહ અને આદિલ દુર્રાનીના લગ્ન પછી ઘણો વિવાદ થયો હતો.