The rupee depreciated by 11.3% in 2022 against the dollar
પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક)

મૂડીઝ રેટિંગ્સે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો છેલ્લા બે વર્ષમાં લગભગ 5 ટકા ઘટ્યો છે અને જાન્યુઆરી 2020થી છેલ્લા પાંચ વર્ષમાં 20 ટકા ઘટ્યો છે જેના કારણે તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી નબળો પ્રદર્શન કરનાર ચલણ બની ગયો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી હોવાથી રૂપિયા પર વધુ દબાણ આવ્યું છે.

ભારતીય ચલણ સામે છેલ્લા કેટલાક સમયથી પડકારો વધ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધને કારણે ફુગાવામાં થયેલા અસાધારણ વધારા પછી રૂપિયામાં એક યા બીજા કારણોસર નબળાઈ જળવાઈ છે. ઊંચા ફુગાવાને કારણે વ્યાજદરમાં થયેલી વૃદ્ધિથી લઈ એફપીઆઇની રેકોર્ડ વેચવાલી સુધીનું દબાણ રૂપિયા પર જોવાયું છે.

LEAVE A REPLY