પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, બે હિન્દુઓ વચ્ચેના લગ્ન એક પવિત્ર બંધન છે, જેને એક વર્ષમાં તોડી શકાય નહીં, ભલે બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિ કેમ ના હોય. જ્યાં સુધી હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 14માં ઉલ્લેખિત અપવાદરૂપ મુશ્કેલીઓ અથવા અસાધારણ અનૈતિકતા ન હોય ત્યાં સુધી લગ્ન ભંગ કરી શકાતા નથી.

કોર્ટે જણાવ્યું હતું કે કલમ 14 છૂટાછેડા માટે અરજી કરવા માટે લગ્નની તારીખથી એક વર્ષની મર્યાદા પૂરી પાડે છે. પરંતુ અપવાદરૂપ કારણ હોય તો અરજી પર વિચાર કરી શકાય છે.

કેસની વિગતો એવી છે કે, નિશાંત ભારદ્વાજ અને ઋષિકા ગૌતમ નામના દંપતીએ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13-બી હેઠળ પરસ્પર લગ્ન ભંગ માટે અરજી કરી હતી. જોકે, સહારનપુરની ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશે તેમની અરજી એ આધાર પર ફગાવી દીધી હતી કે કાયદાની કલમ 14 હેઠળ આપવામાં આવેલી અરજી દાખલ કરવા માટેનો લઘુત્તમ સમયગાળો પૂરો થયો નથી. જો કે, ફેમિલી કોર્ટના નિર્ણય સામે અરજદારોએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments