પ્રતિક તસવીર

ગયા સમરમાં રમખાણો પછી હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપર દ્વારા રચવામાં આવેલા અને લીક થયેલા અહેવાલમાં યુકેમાં સ્ત્રીઓના વિરોધ, ‘માનવ-વિરોધ’ અને હિન્દુ રાષ્ટ્રવાદને ઉગ્રવાદ માટેના ઉછેર સ્થળ તરીકે ઓળખવામાં આવ્યો છે.

કૂપરની “રેપીડ એનાલીટીકલ સ્પ્રિન્ટ”એ “દ્વિ-સ્તરીય પોલીસિંગ” અને “રાઇટવિંગ એક્સટ્રીમીસ્ટ નેરેટીવ્સ” તરીકેના દાવાઓને પણ ફગાવી દીધા. તેમાં દલીલ કરવામાં આવી હતી કે અધિકારીઓએ ઉગ્રવાદને ડામવા માટે “વર્તણૂક-આધારિત અને વૈચારિક અભિગમ” અપનાવવો જોઈએ.

કૂપરે ઓગસ્ટમાં શરૂ કરેલી ઝડપી સમીક્ષાના લીક થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ‘’2022માં લેસ્ટરમાં થયેલી અશાંતિ પછી પહેલી વાર હિન્દુ રાષ્ટ્રવાદી ઉગ્રવાદ અને હિન્દુત્વને ચિંતાની વિચારધારા તરીકે ઓળખવામાં આવી હતી. હિન્દુ રાષ્ટ્રવાદી ઉગ્રવાદ એ એક ઉગ્રવાદી વિચારધારા છે જે હિન્દુ સર્વોપરિતા માટે હિમાયત કરે છે અને ભારતને એક વંશીય-ધાર્મિક હિન્દુ રાજ્યમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. હિન્દુત્વ એ હિન્દુ ધર્મથી અલગ એક રાજકીય ચળવળ છે જે ભારતીય હિન્દુઓના વર્ચસ્વ અને ભારતમાં એકાધિકારિક હિન્દુ રાષ્ટ્ર અથવા રાજ્યની સ્થાપનાની હિમાયત કરે છે. યુકેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ હજુ પણ સ્પષ્ટ છે અને લેસ્ટરમાં બનેલી ઘટનાઓ દર્શાવે છે કે કેવી રીતે ખોટી માહિતી ઑફલાઇન કાર્યવાહીમાં ભૂમિકા ભજવી શકે છે.”

આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘’ગૃમીંગ ગેંગની પ્રવૃત્તિનું વારંવાર ફાર રાઇટ લોકો દ્વારા ઉપયોગ કરાયો હતો  અને ફાર રાઇટ વિચારધારાઓ અને માન્યતાઓ મુખ્ય પ્રવાહમાં “લીક” થઈ રહી છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઉગ્રવાદ પ્રત્યે સરકારનો અભિગમ હવે “ચિંતાની ચોક્કસ વિચારધારાઓ પર આધારિત નહીં, પરંતુ વર્તન અને પ્રવૃત્તિ પર આધારિત હોવો જોઈએ”.

આ અહેવાલ ગયા અઠવાડિયે વડા પ્રધાન, કેર સ્ટાર્મરે ભારે હિંસાને ઉગ્રવાદ સાથે સરખાવી આતંકવાદને ફેલાવતા કોઈપણ કૃત્ય સાથે સરખાવી હતી. ભૂતપૂર્વ પોલીસ કાઉન્ટર-ટેરર કમાન્ડર નીલ બાસુ અને આતંકવાદ કાયદાના સ્વતંત્ર સમીક્ષક, જોનાથન હોલ, કેસી દ્વારા સ્ટાર્મરની ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી હતી.

જમણેરી થિંકટેન્ક પોલિસી એક્સચેન્જને લીક કરાયેલ આ અહેવાલ, ઉગ્રવાદ પ્રત્યે સરકારના અભિગમની વધુ ઊંડી તપાસ વચ્ચે આવ્યો છે.

LEAVE A REPLY