(PTI Photo)

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લાં 17 દિવસમાં આશરે 15 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યના અમૃત સ્નાનના દિવસે આશરે 10 કરોડ ભક્તો એકઠા થાય તેવી ધારણા છે. મૌની અમાવસ્યાના શુભ અવસરે બુધવારે સવારે 6.45 વાગ્યે હેલિકોપ્ટરથી ફૂલની પાંખડીઓ વરસાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીઓનું પાણી ‘અમૃત’માં ફેરવાય છે.

બુધવારના વિશેષ સ્થાનને પગલે સુરક્ષામાં અદભૂતપૂર્વ વધારો કરાયો હતો. મેળા વિસ્તારને આગામી કેટલાક દિવસો માટે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓને પણ ફોર વ્હીલરનો ઉપયોગ કરવાનું ટાળવા અને વરિષ્ઠ નાગરિકોને સંગમમાં લઈ જતા હોય તો જ ટુ વ્હીલર પસંદ કરવા માટે અપીલ કરી હતી.

ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, એકલા મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી)ના રોજ, 3.5 કરોડ ભક્તો, સંતો અને કલ્પવાસીઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો.અમૃત સ્નાન’ (અગાઉ શાહી સ્નાન તરીકે ઓળખાતું હતું) એ મહાકુંભ મેળાની સૌથી ભવ્ય અને સૌથી પવિત્ર સ્નાન છે, જે વિશ્વભરના લાખો યાત્રાળુઓને ત્રિવેણી સંગમના કિનારે આકર્ષિત કરે છે.અમૃત સ્નાનનું મુખ્ય આકર્ષણ વિવિધ અખાડાઓના સંતો અને તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા છે.અમૃત સ્નાન માટેની તારીખો સૂર્ય, ચંદ્ર અને ગુરુના જ્યોતિષીય સંયોગના આધારે નક્કી કરવામાં આવે છે, જે પવિત્ર નદીઓની આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે.

વિશાળ ભીડને સમાવવા માટે, પ્રયાગરાજમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 28, 29 અને 30 જાન્યુઆરીએ બંધ રહેશે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ મૌની અમાવસ્યાના અવસર પર રજા જાહેર કરી હતી. 12 વર્ષ પછી યોજાઈ રહેલા મહા કુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ હતી અને તે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

LEAVE A REPLY