January 27, 2025. REUTERS/Dado Ruvic/Illustrationo

ચીને સસ્તુ જનરેટિવ AI મોડલ શોધી કાઢ્યું હોવાથી ખૂબ જ ઝડપથી વિકસતા જતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રીમાં અમેરિકાના આધિપત્ય સામે જોખમ ઊભું થયું છે. ચીનના હાંગઝોઉ સ્થિત સ્ટાર્ટઅપ ડીપસીકના નવા ચેટબોટથી આ ક્ષેત્રની મોખરાની કંપની એનવીડિયાના માર્કેટકેપમાં એક દિવસમાં 593 બિલિયન ડોલરનું જંગી ધોવાણ થયું હતું, જે વોલસ્ટ્રીટમાં કોઇપણ કંપનીના માર્કેટકેપમાં થયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ધોવાણ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચાઈનીઝ એપ ડીપસીકનો અચાનક ઉદય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવતી અમેરિકન કંપનીઓ માટે “વેક-અપ કોલ હોવો જોઈએ.

ડીપસીકે જણાવ્યું હતું કે તેનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ ઓપનએઆઇના ChatGPT અને ગૂગલનાના જેમિની જેટલું સક્ષમ છે, પરંતુ તેનું આ મોડલ વિકસાવવા માટે માત્ર 5.6 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આની સામે અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓ એઆઇ માટે અબજો ડોલરનું રોકાણ કરી રહી છે.
ડીપસીકે સસ્તું એઆઇ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું હતું. એપલમાં એપ સ્ટોરમાં સોમવાર સુધીમાં હરીફ ચેટજીપીટી કરતાં તેનું વધુ ડાઉનલોડિંગ થયું હતું.

ટ્રેડિંગ પ્લેટફોર્મ XTBના રિસર્ચ ડિરેક્ટર કેથલીન બ્રુક્સે જણાવ્યું હતું કે, “ચીને અમેરિકાના ટેક વર્ચસ્વ સામે પડકાર ફેંક્યો છે. હવે ધ્યાન એ બાબત પર છે કે શું ચીન યુએસ કરતા વધુ સારું, ઝડપી અને વધુ સસ્તુ ચેટબોટ વિકસાવીને એઆઇની રેસ જીતી શકે છે કે નહીં.

એઆઇનાા બજારમાં ધમાલ મચાવનાર ડીપસીકે સોમવારે જણાવ્યું હતું કે તે તેની સેવાઓ પર મોટા પાયે સાયબર હુમલાઓને કારણે નવા યુઝર્સના રજિસ્ટ્રેશનને મર્યાદિત કરી રહ્યું છે. એઆઈ કંપનીઓ મેટા અને માઇક્રોસોફ્ટ આ સપ્તાહે તેમના રિઝલ્ટની જાહેરાત કરશે અને ચીન મોડલ અંગે પણ ટીપ્પણી કરશે.

LEAVE A REPLY