ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને 2024નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયો છે, તો યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટી-20 ક્રિકેટર ઓફ ધી યર જાહેર કરાયો છે.
બુમરાહે ઈંગ્લેન્ડના જો રુટ, હેરી બ્રૂક અને શ્રીલંકાના કામિંદુ મેન્ડિસને સ્પર્ધામાં પાછળ રાખી દઈ આ ખિતાબ હાંસલ કર્યો હતો. તેણે 2024માં 13 ટેસ્ટ મેચમાં 14.92ની એવરેજથી, 30.16ના સ્ટ્રાઈક રેટ સાથે 71 વિકેટ ઝડપી હતી.
તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો 1-3થી પરાજય થયો હતો. 31 વર્ષનો બુમરાહ જો કે, પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો, તેણે પાંચ ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લીધી હતી.
યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, પાકિસ્તાનના બાબર આઝમ તથા ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને સ્પર્ધામાં પાછળ પાડી થઈ ટી-20 ક્રિકેટર ઓફ ધી યરનો ખિતાબ હાંસલ કર્યો હતો. ટી-20માં ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેમાં અર્શદીપની ભૂમિકા મહત્ત્વની રહી હતી, તેણે સૌથી વધુ, 17 વિકેટ વર્લ્ડ કપમાં લીધી હતી.
2024માં તે ટીમ ઈન્ડિયા માટે 18 મેચ રમ્યો હતો અને કુલ 36 વિકેટ લીધી હતી.