REUTERS/Tingshu Wang

વર્ષની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં મંગળવારે સ્પેનની પૌલા બડોસાએ મેજર અપસેટમાં વિશ્વની ત્રીજી ક્રમાંકિત અમેરિકાની કોકો ગોફને એક કલાક 43 મિનિટના જબરજસ્ત જંગમાં સીધા સેટ્સમાં 7-5, 6-4થી ક્વાર્ટરફાઈનલમાં હરાવી હતી.

બડોસા કોઈપણ ગ્રાન્ડ સ્લેમની સેમિફાઈનલમાં પહોંચેલી સ્પેનની ફક્ત ચોથી મહિલા ખેલાડી છે. આ પહેલા 2020માં ગાર્બાઈન મુગુરૂઝા સેમિફાઈનલમાં પહોંચી હતી. કોઈ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં ટોપના 10 ક્રમની હરીફ સામે બડોસાનો આ પહેલો વિજય છે. એક અન્ય મુકાબલામાં ટોપ સીડેટ એરીના સબાલેન્કાએ ભારે સંઘર્ષ પછી એનાસ્તાસિઆ પાવલુચેન્કોવાને 6-2, 2-6, 6-3થી હરાવી સેમિફાઈનલમાં બડોસા સામે મેચ નિશ્ચિત કરી હતી.

પુરૂષોના મુકાબલામાં બીજા ક્રમના એલેકઝાન્ડર ઝવેરેવે સ્પેનના જ ટોમી પોલને હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ઝવેરેવ સામે જો કે પોલે ખૂબજ રસાકસીભરી ટક્કર લીધી હતી, પણ અંતે ઝવેરેવનો 7-6(1), 7-6(0), 2-6, 6-1થી વિજય થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ઝવેરેવનો આ ત્રીજીવારનો સેમિફાઈનલ પ્રવેશ રહ્યો છે.

LEAVE A REPLY