એશિયન યુગાન્ડન શરણાર્થીના પુત્ર અને મૂનપિગના બોસ નિખિલ રાયઠઠ્ઠાએ ગ્રીટીંગ્સ કાર્ડ્સ જૂના જમાનાના હોવાના સૂચનને નકારી કાઢી કહ્યું હતું કે યુકેમાં સરેરાશ વ્યક્તિ વર્ષમાં હજૂ પણ 22 કાર્ડ ખરીદે છે. તેમને ગ્રીટિંગ્સ કાર્ડ વેબસાઇટ મૂનપિગના યુએસમાં વિસ્તરણ પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડડ્યો હતો.
મૂનપિગના બોસ નિખિલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી અને હાર્વર્ડમાંથી MBA કર્યું હતું. નિખિલે યુગાન્ડાથી ભાગી આવેલા પરિવાર વિષે વાત કરતા કહ્યું હતું કે “તેઓ યુકે આવવા વિમાનમાં ચઢતા જ બધું છીનવાઈ ગયું હતું. તેઓ ઇંગ્લેન્ડ ઉતર્યા, ત્યારે તેમની પાસે ફક્ત કેટલાક કપડાં સાથે એક સુટકેસ હતી. તે તેમના માટે ખૂબ જ મુશ્કેલ દાયકા હતો.”
નિખિલના પિતાએ બ્રિટનમાં એક ફાર્મસી ખોલી હતી જ્યાં તેમના પુત્ર નિખિલે આઠ વર્ષની ઉંમરથી મદદ કરવાનું શરૂ કર્યું હતું. નિખિલ કહે છે કે “અમે પ્રમાણમાં મર્યાદિત સાધનો સાથે મોટા થયા, પરંતુ તેઓ પોતાના અધિકારમાં એક સફળ ઉદ્યોગસાહસિક હતા. મને ગોલ્ડમેન સૅક્સમાં નોકરી માટે આમંત્રણ મળ્યું હતું. નિખિલ ત્યાર બાદ હેજ ફંડ એરોગ્રાસ કેપિટલમાં અને 2012માં રોકેટ ઇન્ટરનેટમાં ગ્લોબલ ઈ-કોમર્સના સીઈઓ તરીકે જોડાયા હતા. 2014માં તેમણે સ્થાપેલી ઓનલાઈન મહિલા ફેશન બ્રાન્ડ ફાઇનરી લંડન 2017માં વેચીને 2018માં મૂનપિગ ગ્રુપમાં ચીફ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા હતા.
જૂન મહિનામાં તેમની કંપનીના શેરના ભાવમાં 10 ટકાનો વધારા સાથે વેચાણ 7 ટકા વધીને £341 મિલિયન અને કર પહેલાંનો નફો 5 ટકા વધીને £58.2 મિલિયન થયો હતો. તેમનો શેર જે છેલ્લા છ મહિનામાં 200p થી ઉપર છે. ગયા વર્ષે ફાધર્સ ડે દરમિયાન, મૂનપિગને સોશિયલ મીડિયા પર કેટલાક અમેરિકનો દ્વારા “બ્રિટિશ લાઇફ હેક” તરીકે વર્ણવ્યું હતું. તેઓ દુકાનમાં ગયા વિના ભૌતિક રીતે કાર્ડ મોકલી શકે છે તે જાણી ચકિત થઇ ગયા હતા. જૂનમાં તેણે 10,000 નવા ગ્રાહકો જીત્યા હતા.