ચહેરા પર બુકાની બાંધીને આવેલા કેટલાક ખાલિસ્તાની મનાતા લોકોએ રવિવાર તા. ૧૯ની રાત્રે નોર્થ વેસ્ટ લંડનના હેરો સ્થિત વ્યુ સિનેમામાં ફિલ્મ ‘ઇમર્જન્સી’ દર્શાવાઇ રહી હતી ત્યારે વિરોધ કરી ફિલ્મના પ્રદર્શનમાં વિક્ષેપ પાડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનોને કારણે વિરોધ પ્રદર્શનોને કારણે બર્મિંગહામ સ્ટાર સિટી વ્યુ, હન્સલો સિનેવર્લ્ડ, ફેલ્થમ સિનેવર્લ્ડ અને વુલ્વરહેમ્પ્ટન સિનેવર્લ્ડમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.

હેરો ઓનલાઈનના અહેવાલ મુજબ “ગઈકાલે સાંજે ૭ વાગ્યે હેરો વ્યુ સિનેમામાં એક ફિલ્મના પ્રદર્શન વખતે ઘુસણખોરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો જેનો હેતુ દર્શકોને ડરાવવાનો હતો જેથી તેઓ બહાર નીકળી જાય.”

શીખ પ્રેસ એસોસિએશનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે “આ ફિલ્મને શીખ નરસંહારમાં ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની ભૂમિકા દર્શાવાઇ છે જેને ભારતીય શીખ વિરોધી પ્રચાર તરીકે જોવામાં આવે છે. આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ છે જ્યારે ભારત દ્વારા શીખ સેન્સરશીપ અને શીખ વિરોધી પ્રચારને જોરશોરથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શહીદ જસવંત સિંહ ખાલરા પર બનેલી બાયોપિક ફિલ્મમાં ખાલરાએ 90ના દાયકામાં ચાલુ રહેલા નરસંહારનો પર્દાફાશ કરાયો છે.”

બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોના સંગઠન ઇનસાઇટ યુકે, એ X પર પોસ્ટ આ અંગે પોસ્ટ કરતા કહ્યું હતું કે “ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ હેરો સિનેમા ખાતે ‘ઇમર્જન્સી’નું પ્રદર્શન અટકાવવાનો પ્રયાસ કર્યો.”

ઇનસાઇટ યુકેના અહેવાલ મુજબ ખાલિસ્તાન તરફી લોકોએ કાળા પોશાક પહેર્યા હતા અને ખૂબ જ આક્રમક વર્તન કરી ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને દર્શકોને ધમકાવી પત્રિકાઓ વહેંચી હતી. નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે સિનેમાના સ્ટાફે કહ્યું હતું કે ‘’પોલીસે તેમને ફિલ્મ ચાલુ નહિં રાખવાની સલાહ આપી છે.’’

આ વિરોધના ફૂટેજ ફેસબુક પર વાઇરલ થયા હતા. મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “રવિવાર, ૧૯ જાન્યુઆરીના રોજ આશરે 8 વાગ્યે સેન્ટ જ્યોર્જ શોપિંગ સેન્ટર, હેરોના વ્યુ સિનેમા ખાતે લગભગ ૩૦ લોકોના જૂથે વિરોધ પ્રદર્શન કર્યાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. અધિકારીઓએ જૂથને વિખેરી નાખ્યું હતું અને કોઈ ધરપકડ કરવામાં આવી નથી.”

આક્ષેપ કરાય છે કે કંગના રનૌતને ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે દર્શાવતી ફિલ્મ ઇમરજન્સીને બ્રિટિશ શીખ જૂથો તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેઓ દાવો કરે છે કે તે “ભારતીય શીખ વિરોધી પ્રચાર”ને ફિલ્મ પ્રોત્સાહન આપે છે.

LEAVE A REPLY