(PTI Photo)

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બુધવારે સાંજે એક દર્દનાક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આગની અફવાને ટ્રેનના મુસાફરો નીચે કુદ્યા હતાં, પરંતુ તે જ સમયે બાજુના ટ્રેક પર પુરપાર ઝડપી આવી રહેલી બીજી ટ્રેને તેમને કચડી નાંખ્યા હતાં. આનાથી ઓછામાં ઓછા 13 મુસાફરોના મોત થયા અને અનેક ઘાયલ થયાં હતાં. 13 મૃતદેહોને નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે છથી સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના કેટલાંક વીડિયો બહાર આવ્યા હતા, જેમાં દેખાય છે કે ઘણા મૃતદેહો પાટા પર પડેલા છે અને કેટલાક લોકો લોહીથી લથબથ બન્યાં હતાં.

આ દુર્ઘટના મુંબઈથી આશરે 400 કિમી દૂર આવેલા પચોરા નજીકના નજીક માહેજી અને પરધડે સ્ટેશનો સર્જાઈ હતી. 12533 ​​લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવાને કારણે કોઇ ચેઇન ખેંચ્યા પછી ટ્રેન સાંજે 5 વાગ્યા ઊભી રહી હતી. પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરો કૂદી પડ્યા હતાં અને બેંગલુરુથી દિલ્હી તરફ આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા હતાં.

સ્પેશ્યલ પોલીસ ઇન્સ્પેક્ટર જનર દત્તાત્રય કરાલેએ જણાવ્યું હતું કે પુષ્પક એક્સપ્રેસમાં મહેજી અને પરધડે સ્ટેશનો વચ્ચે “આગની ઘટના” બની હતી. ટ્રેન સ્થળ પર ઉભી રહી હતી અને કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતાં. ટ્રેન નંબર 12627, બેંગલુરુ-નવી દિલ્હી કર્ણાટક એક્સપ્રેસે રેલવે ટ્રેક પર ઊભેલા લોકોને ટક્કર મારી હતી.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે પુષ્પક એક્સપ્રેસ માત્ર 15 મિનિટમાં જ સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી, જ્યારે કર્ણાટક એક્સપ્રેસને દુર્ઘટના બાદ 20 મિનિટમાં જ હટાવી લેવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને જણાવ્યું હતું કે ઘાયલોને પચોરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમાંથી મોટાભાગના ખતરાની બહાર છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “અમારી પ્રાથમિક માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસના એક જનરલ કોચની અંદર ‘હોટ એક્સલ’ અથવા ‘બ્રેક-બાઈન્ડિંગ’ (જામિંગ)ને કારણે સ્પાર્ક અને ધુમાડો થયો હતો અને કેટલાક મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ચેન ખેંચી હતી અને કેટલાક મુસાફરો નીચે કૂદી પડ્યા હતાં. તે જ સમયે કર્ણાટક એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. ભુસાવલથી અકસ્માત રાહત ટ્રેન ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. મધ્ય રેલવે ઘાયલ મુસાફરોને તબીબી સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે

LEAVE A REPLY