(ANI Photo)

યુકેની “ધી હન્ડ્રેડ” ક્રિકેટ ટુર્નામેન્ટની એક ટીમ ખરીદવા માટે અમેરિકાના જાણીતા સિલિકોન વેલીના ટોચના એક્ઝીક્યુટીવ્ઝના એક ગ્રુપમાં આલ્ફાબેટ (ગૂગલ) ના સીઈઓ સુંદર પિચાઈ પણ જોડાઈ ગયા છે.

આ ટોપ એક્ઝીક્યુટીવ્ઝના ગ્રુપનું નેતૃત્ત્વ પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ નિકેશ અરોરા કરી રહ્યા છે અને તેના અગ્રણી સભ્યોમાં માઈક્રોસોફટના સત્યા નદેલા, એડોબના શાંતનુ નારાયણ ટાઈમ્સ ઈન્ટરનેટના વાઈસ ચેરમેન સત્યાં ગજવાણીનો સમાવેશ થાય છે. આ ગ્રુપે ઓવલ ઈન્વિન્સિબલ્સ અથવા તો લંડન સ્પિરિટ ટીમ ખરીદવા $97 મિલિયનથી વધુની બિડ રજૂ કર્યાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું છે. આ ધી હન્ડ્રેડ ટુર્નામેન્ટ ખાસ તો યુવા વયના ક્રિકેટ ચાહકો તેમજ પરિવારોને સ્ટેડિયમમાં ખેંચી લેવાના ધ્યેય સાથે શરૂ કરાઈ છે.

LEAVE A REPLY