લેબર નેતા સર કેર સ્ટાર્મર સત્તામાં આવ્યા પછી રેકોર્ડ સંખ્યામાં મિલિયોનેર્સ બ્રિટન છોડીને બીજા દેશોમાં વસી રહ્યા છે અને લેબર પાર્ટીની ટેક્સ યોજનાઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને દેશથી દૂર કરી અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી હોવાની ચિંતાઓ વધી રહી છે.
વૈશ્વિક વિશ્લેષણ કંપની ન્યુ વર્લ્ડ વેલ્થ અને હેનલી એન્ડ પાર્ટનર્સના આંકડા મુજબ ગયા વર્ષે બ્રિટને નેટ ઇમીગ્રેશનના કારણે 10,800 મિલીયોનેર્સ ગુમાવ્યા હતા, જે 2023 કરતા 157 ટકા વધારે છે. બ્રિટને ચીન સિવાય અન્ય કોઈપણ દેશ કરતાં વધુ શ્રીમંત રહેવાસીઓ ગુમાવ્યા છે. ગયા વર્ષે લગભગ 78 સેન્ટી મિલીયોનેર્સ અને 12 બિલીયોનેર્સે દેશ છોડી દીધો હતો. સામાન્ય ચૂંટણીઓ જાહેર થઇ ત્યારથી દર 45 મિનિટે એક ડોલર મિલીયોનેરે બ્રિટન છોડ્યું છે.
HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સે જણાવ્યું હતું કે યુકેમાં 2023માં 74,000 નોન-ડોમ્સ હતા અને તેમાંથી 37,800 લોકો ઓછામાં ઓછા સાત વર્ષથી યુકેમાં રહે છે. તેમણે ઓફશોર આવક અને નફાને ટેક્સમેનથી સુરક્ષિત રાખવા માટે £30,000 વાર્ષિક ફી ચૂકવી હતી. એપ્રિલથી, લેબર પાર્ટી સદીઓ જૂની પ્રક્રિયાને શાસનને નાબૂદ કરી ઓછી ઉદાર રહેઠાણ-આધારિત સિસ્ટમ લાવી વર્તમાન નોન-ડોમ્સની વિદેશી સંપત્તિઓને પણ પ્રથમ વખત યુકે હેરીટન્સ ટેક્સ (IHT) ને આધીન કરશે.
ઓક્સફર્ડ ઇકોનોમિક્સને જાણવા મળ્યું છે કે લગભગ બે તૃતીયાંશ લોકો યુકે છોડવાની યોજના બનાવી રહ્યા છે. ઓફિસ ફોર બજેટરી રિસ્પોન્સિબિલિટી (OBR) નો અંદાજ છે કે 12 થી 25 ટકા નોન-ડોમ યુકે છોડી જશે. જો તેના ચોથા ભાગના લોકો પણ દેશ છોડી દેશે તો તેની અર્થતંત્ર, આવક અને સખાવતો પર પણ થઇ શકે છે.
દરેક નોન-ડોમે છેલ્લા ટેક્સ યરમાં સરેરાશ £800,000નો VAT અને પાછલા પાંચ વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીમાં £890,000 ચૂકવ્યા છે અને યુકેમાં સરેરાશ £118 મિલિયનનું રોકાણ કર્યું છે અને સારા કાર્યો માટે સરેરાશ £5.9 મિલિયન આપ્યા છે.
આગાહી છે કે નોન-ડોમ શાસનનો અંત કરતી લેબરની યોજના થકી આગામી પાંચ વર્ષમાં વાર્ષિક £2.5 બિલિયન એકત્ર કરાશે. પરંતુ ઓક્સફર્ડ ઇકોનોમિક્સના કહેવા મુજબ આ યોજનાઓને કારણે સરકારને દર વર્ષે લગભગ £1 બિલિયનનો ખર્ચ થશે.