ફાઇલ ફોટો (Photo by Peter Summers/Getty Images)

કિંગ ચાર્લ્સે અમેરિકાના 47મા પ્રેસિડન્ટ બનવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અંગત સંદેશ પાઠવીને અભિનંદન આપ્યાં હતા. કિંગનો આ સંદેશ યુએસ અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના કાયમી સંબંધોને પ્રતિબિંબિત કરે છે, એમ ટાઉન એન્ડ કન્ટ્રી મેગેઝિને જણાવ્યું હતું.

2019માં ટ્રમ્પની યુકેની સત્તાવાર મુલાકાત દરમિયાન છેલ્લે કિંગ ચાર્લ્સ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. તે સમયે પ્રિન્સ ચાર્લ્સે ક્લેરેન્સ હાઉસ ખાતે ટ્રમ્પને ટી માટે આમંત્રણ આપ્યું હતું અને અને વિવિધ કાર્યક્રમોમાં તેમની સાથે જોડાયા હતાં.

ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે ‘મેલાનિયા’ નામના તેમના સંસ્મરણોમાં લખ્યું છે કે તેઓ ચાર્લ્સ સાથે કલમ મિત્રતા ધરાવે છે. શાહી પરિવાર સાથે અમારી મિત્રતા ચાલુ રહી છે અને અમે આજ સુધી કિંગ ચાર્લ્સ સાથે નિયમિત ધોરણે પત્રોની આપ-લે કરીએ છીએ.

ટ્રમ્પે પણ ભૂતકાળમાં ચાર્લ્સને “ખરેખર અદભૂત વ્યક્તિ” ગણાવ્યા હતાં અને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ સાથે ઓટોમેટિક કેમિસ્ટ્રી હોવાનું જણાવ્યું હતું.

નોટ્રે ડેમ કેથેડ્રલ ફરીથી ખોલવામાં આવ્યું ત્યારે ટ્રમ્પ તાજેતરમાં પેરિસમાં ચાર્લ્સના પુત્ર પ્રિન્સ વિલિયમને મળ્યા હતાં. તેમની 40 મિનિટની બેઠક પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રિન્સ સાથે ઘણી સારી વાતચીત થઈ હતી.

LEAVE A REPLY