અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક ગેસ સ્ટેશન નજીક સોમવારે હુમલાખોરો દ્વારા કરાયેલા ગોળીબારમાં હૈદરાબાદના 26 વર્ષીય યુવકનું મોત થયું હતું. મૃતકની ઓળખ રવિ તેજા તરીકે થઈ હતી, જે હૈદરાબાદના આરકે પુરમ ગ્રીન હિલ્સ કોલોનીનો રહેવાસી હતો. તે માર્ચ 2022માં માસ્ટર્સ ડિગ્રી માટે યુએસ ગયો હતો.
યુવક શિક્ષણ પૂરું કરીને નોકરીની શોધમાં હતો, ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ હુમલા પાછળના હેતુની તપાસ કરી રહી છે અને ગુનેગારોને ઓળખવા પર કામ કરી રહી છે.છેલ્લા કેટલાક મહિનામાં યુએસમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની હત્યા થવાની અનેક ઘટનાઓ સામે આવી છે.ગયા મહિને અમેરિકાના શિકાગો શહેરમાં પેટ્રોલ પંપ પર સશસ્ત્ર માણસોએ તેલંગાણાના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ 22 વર્ષીય સાઈ તેજા નુકારાપુ તરીકે થઈ હતી