(Photo by Gareth Copley/Getty Images)

ભારતના જાન્યુઆરી – ફેબ્રુઆરીના પ્રવાસ અને તે પછી ફેબ્રુઆરીમાં જ પાકિસ્તાન તથા યુએઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ઈંગ્લેન્ડની ટીમની ડીસેમ્બરના અંતિમ તબક્કામાં જાહેરાત કરવામાં આવી હતી.
જોસ બટલરના સુકાનીપદ હેઠળની ટીમમાં ભારત સામેની ત્રણ વનડે તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે જો રૂટની લાંબા સમય પછી વાપસી થઈ છે. 2023ના વર્લ્ડ કપ પછી તે વનડે ટીમમાંથી બહાર હતો. ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સનો ટીમમાં સમાવેશ કરાયો નથી. લેગ સ્પિનર રેહાન અહમદનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે.

ભારતના પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટી-20 ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવર્ટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટન, આદિલ રશિદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ.

ભારત સામે વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમઃ
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવર્ટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટન, આદિલ રશિદ, જો રૂટ, શાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ.

LEAVE A REPLY