પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇમિગ્રેશન વિરોધી થિંક ટેન્ક સેન્ટર ફોર માઇગ્રેશન કંટ્રોલના સંશોધન મુજબ વિદેશી નાગરિકોની સેક્સ જેવા જાતીય ગુનાઓ માટે ધરપકડ થવાની શક્યતા 3.5 ગણી વધુ છે અને ગયા વર્ષના પ્રથમ દસ મહિનામાં કથિત ગુનાઓ માટે 9,000 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે સૌ લોકોમાં અલ્બેનિયનોનો દર સૌથી વધુ હતો, ત્યારબાદ અફઘાન, ઇરાકી, અલ્જેરિયન અને સોમાલીયનનો ક્રમ આવે છે.

યુકેમાં દર 100,000 વિદેશી નાગરિકો દીઠ 164 લોકોની જાતીય ગુનાઓ માટે ધરપકડ કરાઇ હતી. જ્યારે બ્રિટિશ પુખ્ત વયના લોકોનો દર આ ગુના માટે 100,000 દીઠ 48નો છે. આ ડેટા ઇંગ્લેન્ડ અને વેલ્સના 43 પોલીસ દળોમાંથી 41 પર આધારિત હતો અને ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબરને આવરી લે છે.

બિન-બ્રિટિશ નાગરિકોની ડ્રગ સંબંધિત ગુનાઓમાં ધરપકડ થવાની શક્યતા બમણા કરતાં વધુ અને હિંસાના ગુનાઓમાં ધરપકડ થવાની શક્યતા પણ વધુ હતી.

સેન્ટર ફોર માઇગ્રેશન કંટ્રોલના રીસર્ટ ડાયરેક્ટર રોબર્ટ બેટ્સે કહ્યું હતું કે “આ દુઃખદ સ્થિતિ માટે હોમ ઓફિસની નીતિની ઘણી નિષ્ફળતાઓ જવાબદાર છે. 1990ના દાયકાના અંતમાં પરિણામોને ધ્યાનમાં લીધા વિના મોટા પાયે શરૂ કરાયેલ માઇગ્રેશન જવાબદાર મનાય છે. હવે કટોકટીના કદ અને પ્રકૃતિનો ખ્યાલ આવી ગયો હોવાથી બધા રાજકારણીઓ પર તાત્કાલિક પગલાં લેવાની ફરજ આવી પડી છે.’’

LEAVE A REPLY