પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લંડનની ટોચની યુનિવર્સિટી UCL મેડિકલ સ્કૂલમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કર્યું હોવાના દાવાઓ ખોટા સાબિત થયા બાદ બાર્નેટ કાઉન્સિલના કેબિનેટ મોમ્બર ફોર ફાઇનાન્સ કાઉન્સિલર અમ્માર નકવી સામે બાર્નેટ કન્ઝર્વેટિવ જૂથના નેતા પીટર ઝિંકિને તપાસની માંગ કરી છે. જોકે યુનિવર્સિટીએ કહ્યું હતું કે કાઉન્સિલર નકવીએ ક્યારેય તેમના માટે કામ કર્યું ન હતું.

અમ્માર નકવીએ તેમના કાઉન્સિલ રજિસ્ટર ઓફ ઇન્ટરેસ્ટ પર આ દાવો કર્યો હતો પણ કાઉન્સિલ સમક્ષ પ્રશ્ન ઉઠાવાયા બાદ નવેમ્બરમાં કાઉન્સિલર નકવીનું રજિસ્ટર ઓફ ઇન્ટરેસ્ટ દૂર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના લાહોરમાં સેન્ટ્રલ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર મુહમ્મદ આમેર મિયાં તરફથી મોકલાયેલા પત્રમાં સમજાવવામાં આવ્યું છે કે કાઉન્સિલર નકવીએ ખરેખર 2016 અને 2019 વચ્ચે ત્યાં કામ કર્યું હતું. જો કે સેન્ટ્રલ પાર્ક મેડિકલ કોલેજ અને UCL મેડિકલ સ્કૂલ વચ્ચે કોઈ જોડાણ હોવાનો કોઈ સંકેત નથી.

LEAVE A REPLY