ગંદા ટાયરો ભરેલી વાનમાં ચાર ભારતીય Migrants gang jailed ઘુસાડવાનો પ્રયાસ કરીને યુકે ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરવાના આરોપસર બ્રિટિશ નાગરિકો શફાઝ ખાન અને ચૌધરી રશીદને લંડનની આઇલવર્થ ક્રાઉન કોર્ટે દોષિત ઠેરવી દરેકને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી.
યુકે હોમ ઑફિસના જણાવ્યા અનુસાર ‘મંઝર મિયાં અત્તીક’ના ઉપનામ હેઠળ કામ કરતા આ લોકોએ તેમની વાનમાં બનાવેલ છુપાયેલી જગ્યામાં ટાયરની માઇગ્રન્ટ્સને છુપાવ્યા હતા.
યુકેના મિનિસ્ટર ફોર બોર્ડર સીક્યુરીટી એન્ડ એસાયલમ ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે “આ દાણચોરોએ પોતાના નાણાકીય લાભ માટે વ્યક્તિઓના એક જૂથને અસુરક્ષિત અને ગેરકાયદેસર પરિસ્થિતિમાં મૂકીને તેમનું શોષણ કર્યું હતું. અમે અમારા નવા સરહદ સુરક્ષા કમાન્ડમાં £150 મિલિયના ભંડોળ પણ રોકાણ કરી રહ્યા છીએ.”
હોમ ઑફિસની તપાસમાં જણાયું હતું કે આ લોકોએ ફક્ત લોકોની તસ્કરીના હેતુ માટે વાન ભાડે રાખી હતી. ગેંગે તેમના ગુનાઓ છુપાવવા માટે એકબીજાને ‘બર્નર’ ફોન આપ્યા હતા. તેમને ન્યુહેવન ફેરી પોર્ટ પર યુકે બોર્ડર ફોર્સના અધિકારીઓ દ્વારા અટકાવી તપાસ કરતા ખાને અધિકારીઓને કહ્યું હતું કે તેઓ બેલ્જિયમથી પાછા ફરી રહ્યા હતા. અધિકારીઓએ વાનની પાછળની તપાસ કરતા માઇગ્રન્ટ્સનું જૂથ ગંદી સ્થિતિમાં મળી આવ્યું હતું.