ANI PHOTO

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે 15 જાન્યુઆરી રાજકોટમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સીરિઝના અંતિમ મુકાબલામાં આર્યલેન્ડને 304 રનની જંગી લીડથી હરાવ્યું હતું, જે મહિલા ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ છે. સુકાની સ્મૃતિ મંધાનાએ 135 (80 બોલ) ફટકાર્યા હતાં. તેને 70 બોલમાં સદી ફટકારી હતી, જે મહિલા ક્રિકેટની સૌથી ઝડપી સદી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત 400 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. આ વિશાળ સ્કોર સામે આર્યર્લેન્ડ માત્ર 131 રનમાં આઉઆઉટ થઈ હતી. સિરિઝમાં ભારતે ક્લિનસ્વીપ કરી હતી.

રાજકોટની ત્રીજી ODIમાં ભારતીય મહિલા ટીમે વનડે મેચમાં રેકોર્ડ 435 રન બનાવી ઈતિહાસ સર્જ્યો હતો. 50 ઓવરમાં રેકોર્ડ 435 રન બનાવી ભારતીય પુરૂષ ટીમને પણ પાછળ પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે ભારતીય પુરૂષ ટીમનો વનડે રન રેકોર્ડ 418 છે.

મંધાનાએ સૌથી ઝડપી સદી ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ

આ મેચમાં હરમનપ્રીત કૌરના સ્થાને કેપ્ટનશીપ કરી રહેલી મંધાનાએ તેની 10મી સદી ફટકારી હતી. આ સાથે મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ તે મહિલા વનડેમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી ચોથી ક્રિકેટર પણ બની છે. સ્મૃતિએ માત્ર 70 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં 80 બોલમાં 135 રન બનાવ્યા હતાં, જેમાં સાત છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતાં. આ પહેલાં હરમનપ્રીત કૌરે ગયા વર્ષે બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

LEAVE A REPLY