કોંગ્રેસ બુધવારે આશરે 47 વર્ષ પછી તેનું હેડક્વાર્ટર બદલ્યું હતું. મુખ્ય વિપક્ષે નવી દિલ્હીમાં 24 અકબર રોડ પરથી તેના હેડક્વાર્ટરને હવે 9A કોટલા રોડ ખસેડયું છે અને આ કાર્યાલયનું નામ ઇન્દિરા ભવન રાખ્યું છે. નવા કાર્યલાયનું સોનિયા ગાંધીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસનું નવું હેડક્વાર્ટર દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરથી લગભગ 500 મીટર દૂર છે. કોંગ્રેસના નવા કાર્યાલયનો શિલાન્યાસ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009 માંકર્યો હતો અને 15 વર્ષ પછી આ ઇમારત તૈયાર છે. જોકે કેટલાંક કાર્યકરોએ ત્યાં ‘સરદાર મનમોહન સિંહ ભવન’ના પોસ્ટર લગાવી દીધા હતાં. તેનાથી નવા હેડક્વાર્ટરના નામ અંગે નવો વિવાદ ઉભો થયો હતો. જોકે કોંગ્રેસે તેનું ભાજપનો દુષ્પ્રચાર ગણાવ્યો હતો.