પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફૂડ અને કન્ઝ્યુમર બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ ગ્રાહકોની માંગને પગલે ચાંદી અને ચાંદીની કલાકૃતિઓ માટે ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવા પર વિચારણા કરવી જોઇએ. ભારતમાં હાલમાં સોનાનું હોલમાર્કિંગ ફરજિયાત છે અને ચાંદીનું સર્ટિફિકેશન હાલ ગ્રાહકો અથવા વેપારીઓની ઈચ્છા પર નિર્ભર છે.

પ્રધાને ૭૮મા બીઆઈએસ ફાઉન્ડેશન ડે ફંક્શનમાં જણાવ્યું હતું કે, ચાંદીના ‘હોલમાર્કિંગ’ માટે ગ્રાહકોની માંગ છે. બીઆઈએસે આ અંગે ગંભીરતાથી વિચારીને નિર્ણય કરી સરકારને અંતિમ દરખાસ્ત મોકલવી જોઇએ. અમે ગ્રાહકના હિતમાં દરેક સલાહ-સૂચનને આવકારીશું.આ દિશામાં કામ પહેલેથી જ કામ શરૂ થઈ ગયું છે અને સરકાર હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી અને બીઆઈએસ દ્વારા સંભવિત મૂલ્યાંકન પૂર્ણ કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.
બીઆઈએસના ડાયરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ જણાવ્યું કે બ્યુરો ત્રણથી છ મહિનામાં ફરજિયાત સિલ્વર ‘હોલમાકગ’ લાગુ કરવા માટે તૈયાર થઈ શકે છે.

LEAVE A REPLY