ભારતીય મૂળના કેવન પારેખને પહેલી જાન્યુઆરી 2025થી એપલના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) તરીકેનો કાર્યકાર સંભાળ્યો હતો અને તેમને વાર્ષિક $1 મિલિયન (₹8.57 કરોડ)નો વાર્ષિક પગાર મળશે. એપલે 27 ઓગસ્ટ, 2024 ના રોજ પારેખને નવા સીએફઓ બનાવવાની જાહેરાત કરી હતી.
એપલે જણાવ્યું હતું કે પારેખનો વાર્ષિક પગાર વધારીને $1 મિલિયન કરવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી, 2025થી લાગુ થયો હતો અને તેઓ નાણાકીય વર્ષ 2025 માટે એક્ઝિક્યુટિવ કેશ ઇન્સેન્ટિવ પ્લાનમાં ભાગ લેવા માટે લાયક છે,
એક દાયકા અગાઉ એપલ સાથે જોડાયેલા કેવન પારેખે ફાઈનાન્સિયલ પ્લાનિંગ એન્ડ એનાલિસિસના વાઈસ પ્રેસિડેન્ટ તથા સેલ્સ, માર્કેટિંગ એન્ડ રિટેલ માટેના ફાઈનાન્સના વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની પણ જવાબદારી સંભાળી હતી. કેવન પારેખનો જન્મ 1972માં થયો છે અને તેમણે યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.
વિશ્વની દિગ્ગજ કંપનીઓ હાલમાં ભારતીય મૂળના એક્ઝિક્યુટિવોનો દબદબો છે. સુંદર પિચાઈ હાલમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ છે. સત્યા નદેલા માઈક્રોસોફ્ટમાં ટોચના સ્થાન પર છે. નીલ મોહન યુટ્યૂબમાં સીઈઓની પોસ્ટ પર હતાં. અજય બાંગાને વર્લ્ડ બેન્ક ગ્રૂપના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે