ગત વર્ષના અંતમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર આર. અશ્વિને વિવાદાસ્પદ નિવેદન કરીને સહુને ચોંકાવ્યા છે. એક કોલેજના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાં અશ્વિને ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા નથી, તે માત્ર સત્તાવાર ભાષા છે. આશ્ચર્યની વાત એ છે કે, અશ્વિનના આ નિવેદનને તમિળનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ પણ સમર્થન આપ્યું છે. આ સમારંભમાં તેણે વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે તે તેમને કઈ ભાષામાં સંબોધન કરે. આથી કેટલાંક વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ તમિળમાં સંબોધન કરવાની માગ કરી હતી. આથી તેણે કહ્યું હતું કે, હું પણ તમને કહું છું કે, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી, તે એક જોડનારી ભાષા છે, તે સુવિધાની ભાષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજકારણીઓ વચ્ચે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવા મામલે હંમેશા ઘર્ષણ થઇ રહ્યું છે.

LEAVE A REPLY