કેનેડામાં જસ્ટીન ટ્રુડોએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી તેમની લિબરલ પાર્ટી નવા નેતાની પસંદગી 9 માર્ચના રોજ કરશે. આ વર્ષે દેશમાં સંસદીય ચૂંટણી યોજાશે તે પહેલા નવા નેતાની પસંદગી કરવામાં આવશે. કેટલાક સર્વેના પરિણામોમાં પાર્ટીની સ્થિતિ ખૂબ નબળી જણાઇ છે.
ચૂંટણી અગાઉના સર્વેમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનથી ચિંતિત સાંસદોના દબાણને કારણે ટ્રુડોએ નવ વર્ષ સુધી શાસન કર્યા પછી વડાપ્રધાન પદ છોડવાની જાહેરાત કરી હતી.
ટ્રુડોએ આ અંગે કહ્યું હતું કે, જ્યાં સુધી પાર્ટી નવા વડાની પસંદગી ન કરે ત્યાં સુધી તેઓ વડાપ્રધાન અને લિબરલ પાર્ટીના નેતાના પદ પર કાર્યરત રહેશે.
નવા નેતાની પસંદગી માટે પ્રારંભિક નિયમોની ચર્ચા અને રૂપરેખા આપવા માટે તાજેતરમાં પાર્ટીના નેશનલ બોર્ડ ઓફ ડાયરેકટર્સની ઔપચારિક મીટિંગ મળી હતી.
પાર્ટીએ જણાવ્યું હતું કે, નવા નેતા માટે 9 માર્ચના રોજ મતદાન થશે અને એ જ દિવસે પરિણામની જાહેરાત કરવામાં આવશે.

LEAVE A REPLY