રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025 ના રોજ ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કર્યા હતા. (President House via PTI Photo)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુવનેશ્વરમાં શુક્રવાર, 10 જાન્યુઆરીએ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં 27 લોકોને પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કર્યા હતાં. મુર્મુએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને સમાજ માટે વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિએ ખાસ કરીને ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ ક્રિસ્ટીન કાર્લા કંગાલૂનો આભાર માન્યો હતો. તેમનું પણ આ એવોર્ડથી સન્માન કરાયું હતું.

ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતાં. પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એ વિદેશી ભારતીયોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. પુરસ્કાર વિજેતાઓ વિવિધ ક્ષેત્રોમાં ભારતીય ડાયસ્પોરાએ હાંસલ કરેલી શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. અધ્યક્ષ તરીકે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ઉપાધ્યક્ષ તરીકે વિદેશ પ્રધાન સાથેની સમિતિએ પુરસ્કારોની વિજેતાઓની પસંદગી કરી હતી.

એવોર્ડ વિજેતા

1. પ્રો. અજય રાણે, ઓસ્ટ્રેલિયા કોમ્યુનિટી સર્વિસ
2. ડો. મેરીઆલેના જોન ફર્નાન્ડિસ, ઓસ્ટ્રિયા એજ્યુકેશન
3. ડૉ. ફિલોમેના એન મોહિની હેરિસ, બાર્બાડોસ મેડિકલ સાયન્સ
4. સ્વામી સંયુક્તાનંદ, ફીજી કોમ્યુનિટી સર્વિસ
5. સરસ્વતી વિદ્યા નિકેતન, ગયાના કોમ્યુનિટી સર્વિસ
6. ડૉ.લેખ રાજ જુનેજા, જાપાન વિજ્ઞાન અને ટેકનોલોજી
7. ડૉ. પ્રેમ કુમાર, કિર્ગીઝ રિપબ્લિક મેડિકલ સાયન્સ
8. સૌથવી ચૌધરી, લાઓસ બિઝનેસ
9. ક્રિષ્ના સવજાની, માલાવી બિઝનેસ
10. ‘તન શ્રી’ ડૉ. સુબ્રમણ્યમ કે.વી. સથાશિવમ, મલેશિયા રાજનીતિ
11. ડો. સરિતા બૂધુ, મોરેશિયસ કોમ્યુનિટી સર્વિસ
12. અભય કુમાર, મોલ્ડોવા બિઝનેસ
13. ડૉ. રામ નિવાસ @ Hla તુન, મ્યાનમાર શિક્ષણ
14. જગન્નાથ શેખર અસ્થાના, રોમાનિયા બિઝનેસ
15. હિન્દુસ્તાની સમાજ, રશિયા કોમ્યુનિટી સર્વિસ
16. કુ. સુધા રાની ગુપ્તા, રશિયા શિક્ષણ
17. ડૉ. સૈયદ અનવર ખુર્શીદ, સાઉદી અરેબિયા મેડિકલ સાયન્સ
18. અતુલ અરવિંદ ટેમુર્નીકર, સિંગાપોર એજ્યુકેશન
19. રોબર્ટ મસીહ નાહર, સ્પેન કોમ્યુનિટી સર્વિસ
20. ડૉ. કૌશિક લક્ષ્મીદાસ રામૈયા, તાંઝાનિયા દવા
21. ક્રિસ્ટીન કાર્લા કંગાલુ, ત્રિનિદાદ અને ટોબેગો પબ્લિક અફેર્સ
22. રામકૃષ્ણન શિવસ્વામી ઐયર, UAE બિઝનેસ
23. બોન્થલા સુબૈયા સેટ્ટી રમેશ બાબુ, યુગાન્ડા કોમ્યુનિટી સર્વિસ
24. બેરોનેસ ઉષા કુમારી પ્રસાર, યુકે પોલિટીક્સ
25. ડૉ શરદ લખનપાલ, યુએસએ મેડિસિન
26. ડૉ. શર્મિલા ફોર્ડ, યુએસએ કોમ્યુનિટી સર્વિસ
27. રવિ કુમાર એસ. યુએસએ બિઝનેસ (આઈટી અને કન્સલ્ટિંગ)

 

 

LEAVE A REPLY