Altadena, California, U.S. January 8, 2025. REUTERS/David Swanson

લોસ એન્જેલસમાં ફાટી નીકળેલ દાવાનળ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વિનાશક કુદરતી આફત તરીકે ઉભરી આવી છે. દાવાનળને કારણે આશરે 57 બિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો પ્રારંભિક અંદાજ છે.

ભયાનક આગને કારણે સાન્ટા મોનિકા અને માલિબુની પ્રીમિયમ પ્રોપર્ટીઝને નુકસાન થયું અથવા નાશ થયો છે. આ વિસ્તારોમાં ઘરની સરેરાશ કિંમતો આશરે 2 મિલિયન ડોલરથી વધુ છે. એક્યુવેધરના જણાવ્યા અનુસાર 52થી 57 બિલિયન ડોલરના નુકસાનનો પ્રારંભિક અંદાજ છે. ભારે પવન કારણે વધુ રહેણાંક વિસ્તારોમાં આગ ફેલાવાની ધારણા છે અને તેનાથી વધુ ઘરોનો નાશ થઈ શકે છે અને આર્થિક વધે તેવો અંદાજ છે.

1980થી નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ઐતિહાસિક ડેટા મુજબ 2005માં કેટરીના વાવાઝોડાને કારણે સૌથી વધુ 200 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું, જે અમેરિકાની સૌથી મોંઘી આપત્તિ હતી. 2018 કેમ્પ ફાયર સહિત કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે અંદાજે 30 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
કેલિફોર્નિયામાં વિશાળ જંગલની આગની તુલનામાં બળી ગયેલી જમીન પ્રમાણ ઓછી છે, તેમ છતાં અસરગ્રસ્ત દક્ષિણ કેલિફોર્નિયા પ્રદેશોમાં મિલકતો ભાવ ઊંચા હોવાથી નાણાકીય અસર મોટી રહેવાનો અંદાજ છે.

આગને કારણે સધર્ન કેલિફોર્નિયાના આશરે 17 મિલિયનની વસ્તી માટે હવા જોખમી બની હતી.એક્યુવેધરના હવામાનશાસ્ત્રી જોનાથન પોર્ટરે જણાવ્યું હતું કે આર્થિક નુકસાનના સંદર્ભમાં આ કેલિફોર્નિયાના ઇતિહાસની સૌથી વિનાશક આગ બની જશે. આગામી સમયગાળામાં વધુ ઇમારતો બળીને ખાખ થવાની ધારણા છે. લોસ એન્જલસના ઈતિહાસની સૌથી વિનાશક આગએ પેસિફિક પેલિસેડ્સમાં તબાહી મચાવી છે, જેમાં અંદાજે 1,000 ઈમારતો નાશ પામી હતી.

 

LEAVE A REPLY