Evert Nelson/The Capital-Journal/USA Today Network via REUTERS

અમેરિકામાં ગત શનિવારથી ચાલુ થયેલા બરફના તોફાનોના કારણે સાત રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર કરાઈ હતી અને 6.3 મિલિયન લોકોને અસર થઇ હતી. એરપોર્ટો પર બરફની ચાદર છવાઈ જતાં સેંકડો ફ્લાઇટ રદ કરાઈ હતી. આ વર્ષના પ્રથમ વિન્ટર સ્ટોર્મ દરમિયાન કેટલાંક રાજ્યોમાં 10 વર્ષમાં સૌથી ભીષણ બરફવર્ષાની આગાહી કરાઈ હતી. મિસૌરી, વર્જિનીઆ, કેન્ટુકુ, કેન્સાસ અને અર્કાન્સાસમાં ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. નેશનલ વેધર સર્વિસે 30 રાજ્યોમાં વેધર એલર્ટ જારી કર્યું હતું.

ભારે બરફવર્ષની સામે સૂસવાટા મારતા પવનોના કારણે ઉષ્ણતામાનમાં તીવ્ર ઘટાડો થયો હતો. કેન્સાસ અને ઇન્ડિયાના રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય રોડ બરફથી ઢંકાઈ ગયાં હતાં. રાજ્યોમાં બરફમાં ફસાયેલા વાહનચાલકોને મદદ કરવા નેશનલ ગાર્ડ સક્રિય કરાયા હતા. ઇન્ટરસ્ટેટ-70 માર્ગના ઉત્તરના વિસ્તારોમાં ઓછામાં ઓછા આઠ ઇંચ બરફવર્ષાની ધારણા છે. નેશનલ વેધર સર્વિસે સોમવાર સુધીમાં કેન્સાસ અને મિસૌરીથી લઇને ન્યૂ જર્સી સુધીના રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મની વોર્નિંગ જારી કરી હતી. કેન્સાસ અને મિસૌરીમાં બરફનું તોફાન ચાલુ થઈ ગયું હતું.

ઈન્ડિયાનામાં ઈન્ટરસ્ટેટ 64 અને યુએસ રૂટ 41ના મોટોભાગના વિસ્તારમાં બરફથી ઢંકાઈ ગયો હતો. ઈન્ડિયાના સ્ટેટ પોલીસે વાહનચાલકોને રસ્તાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી. મધ્ય કેન્સાસના I-70 માર્ગને શનિવારે બપોરે બંધ કરાયો હતો. કેન્સાસ અને નોર્થ મિઝોરીના કેટલાંક વિસ્તારોમાં 14 ઇંચ (35.6 સેન્ટિમીટર) બરફવર્ષાની આગાહી છે.
કેન્સાસના સેલિનામાં એક ફાયર ટ્રક, ઘણા ટ્રેક્ટર-ટ્રેલર્સ અને પેસેન્જર વાહનો પલટી ગયા હતાં. ટ્રેકિંગ પ્લેટફોર્મ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર રવિવારે મિઝોરીના સેન્ટ લૂઈસ લેમ્બર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટની આશરે 200 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. કેન્સાસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટે શનિવારે બપોરે બરફના કારણે અસ્થાયી રૂપે ફ્લાઇટ કામગીરી અટકાવી દીધી હતી. રનવે ફરીથી ખોલતા પહેલા કેન્સાસ સિટીના વડાના

વર્જિનિયાના ગવર્નર ગ્લેન યંગકિને તોફાન પહેલા શુક્રવારે સાંજે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. કેન્સાસ, કેન્ટુકી, મેરીલેન્ડ અને મધ્ય ઇલિનોઇસના બહુવિધ શહેરોમાં પણ ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. બાલ્ટીમોરમાં વેધર એલર્ટ જારી કરાયો હતો. શહેરમાં ઉષ્ણતામાન ઘટીને માઇનસ 10.56 ડિગ્રી થવાની ધારણા છે. મંગળવાર સુધી આવી કાતિલ ઠંડીની ધારણા છે. અમેરિકન એરલાઈન્સે કેન્સાસથી ન્યુ જર્સી સુધીના 46 એરપોર્ટના મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. વોશિંગ્ટન રિજનમાં રવિવારની રાતથી સોમવાર સુધી 10 ઇંચ સુધીનો બરફ પડી શકે છે.

LEAVE A REPLY