પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ત્રણ જાન્યુઆરી 2025નો દિવસ અમેરિકાના રાજકારણમાં ઇન્ડિયન અમેરિકનો માટે ઐતિહાસિક બન્યો હતો. આ દિવસે વિક્રમજનક છ ઈન્ડિયન-અમેરિકન્સે અમેરિકનના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય તરીકે શપથ લીધા હતાં. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઈન્ડિયન-અમેરિકન્સની અત્યાર સુધીની આ સૌથી મોટી સંખ્યા છે. તમામ છ ઈન્ડિયન-અમેરિકન્સ એક ઈનફોર્મલ સમોસા કોકસ બનાવ્યું છે. સમોસા કોકસ નામ  કૃષ્ણમૂર્તિએ આપ્યું હતું.

આ સભ્યોમાં ડો. અમી બેરા, સુહાસ સુબ્રમણ્યન, શ્રી થાનેદાર, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે 1957માં દલીપ સિંહ સૌંદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાઈ આવનારા પ્રથમ ઈન્ડિયન-અમેરિકન હતાં.

કોંગ્રેસમેન ડો.અમી બેરાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે12 વર્ષ પહેલા તેમણે પ્રથમ વખત શપથ લીધા હતા ત્યારે તે કોંગ્રેસના એકમાત્ર અને અમેરિકન ઈતિહાસના ફક્ત ત્રીજા ઈન્ડિયન-અમેરિકન  સભ્યાં હતાં. હવે આ સખ્યા છ પર પહોંચી ગઈ છે. કેલિફોર્નિયાના સેવન્થ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ તરીકે સતત સાતમી મુદત માટે શપથગ્રહણ કરનારા બેરા આ છ ઈન્ડિયન-અમેરિકન્સમાં સૌથી સિનિયર છે.

વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા સુહાશ સુબ્રમણ્યન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય બનનારા નવા ઈન્ડિયન અમેરિકન છે. કોંગ્રેસમેન શ્રી થાનેદાર 13મા ક્રોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

કોંગ્રેસમેન રો ખન્ના કોલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ તથા રાજા કૃષ્ણમૂર્તિ ઈલિનોયના આઠમાં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલ વોશિંગ્ટન સ્ટેટના સાતમાં ક્રોંગેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરશે. પ્રમિલા જયપાલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલા પ્રથમ ઈન્ડિયન-અમેરિકન મહિલા બન્યા છે. રો ખન્ના, કૃષ્ણમૂર્તિ અને જયપાલે સતત પાંચમી ટર્મ માટે શપથ લીધા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments