ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે વ્હાઇટ હાઉસમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથએ મહત્ત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને મહાનુભાવોએ ભારત-અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી હતી. જયશંકર અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, આ દરમિયાન તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને વર્તમાન બાઇડન સરકારના અન્ય વરિષ્ઠ સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જયશંકરે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર વ્યાપક ચર્ચા થઈ હતી અને સાથે જ વર્તમાન ક્ષેત્રીય અને વૈશ્વિક ઘટનાક્રમ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
24થી 29 ડિસેમ્બર સુધીની પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન, જયશંકર અમેરિકાસ્થિત ઇન્ડિયન એમ્બેસીમાં આયોજિત એમ્બેસેડર સંમેલનમાં પણ ભાગ લીધો હતો.

 

LEAVE A REPLY