અમદાવાદમાં 25 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાત દિવસના કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ હેઠળ વિવિધ કાર્યક્રમમનું આયોજન કરાશે. ‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાત’ની થીમ પર કાંકરિયા કાર્નિવલના પહેલા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે પરેડનું આયોજન કરાયું હતું. કાંકરિયા કાર્નિવલમાં ત્રણ સ્ટેજમાં કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં લગભગ 200 કલાકારો પરફોર્મ કરશે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડી.જે. કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) પણ યોજાશે.

કાર્નિવલમાં ગુજરાતી ગાયક અને સાહિત્ય કલાકારો સહિતના કલાકારો પર્ફોર્મન્સ કરશે. જેમાં 25 ડિસેમ્બરે સાંત્વની ત્રિવેદી (ગીત સંગીત), 26 ડિસેમ્બરે રાગ મહેતા (લાઈવ બેન્ડ પર્ફોર્મન્સ), 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે પર્ફોર્મન્સ કરશે.

LEAVE A REPLY