પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લા પર પાકિસ્તાનના શ્રેણીબદ્ધ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતો. આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે. 24 ડિસેમ્બરની રાત્રે થયેલા હુમલામાં લામન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતાં.

સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાની જેટ બોમ્બ ધડાકા માટે જવાબદાર હતા. અહેવાલો મુજબ બરમાલના મુર્ગ બજાર ગામ બરબાદ થયું હતું.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે હવાઈ હુમલાનો બદલો લેવાની ધમકી આપી હોવાથી બંને મુસ્લિમ દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થવાની ધારણા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમનો કાયદેસરનો અધિકાર છે. વઝિરિસ્તાની શરણાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ આપી ન હતી, પરંતુ સુરક્ષા સૂત્રોએ સંકેત આપ્યો હતો કે આ હુમલો સરહદ નજીક તાલિબાનના ઠેકાણાઓ પર કરાયો હતો.

પાકિસ્તાની તાલિબાન, અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર તેમને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.

LEAVE A REPLY