અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને સત્તા છોડતા પહેલા 40 ફેડરલ મૃત્યુદંડના કેદીઓમાંથી 37 કેદીઓની સજા ઘટાડીને આજીવન કેદમાં ફેરવી નાંખી હતી. એક નિવેદનમાં બાઇડને જણાવ્યું હતું કે આપણે ફેડરલ સ્તરે મૃત્યુ દંડનો ઉપયોગ બંધ કરવો જોઈએ. તેમના આ પગલામાં રાજ્ય સત્તાવાળાઓ દ્વારા મૃત્યુદંડની સજા પામેલા 2,000થી વધુ કેદીનો સમાવેશ થતો નથી.
આ નિર્ણયમાં બાકાત કરાયેલા ત્રણ કેદીમાં બોસ્ટન મેરેથોન બોમ્બર અને 2018માં યહૂદી પૂજારીઓની હત્યા કરનાર વ્યક્તિનો સમાવેશ થાય છે.
સજા ઘટાડવામાં આવી છે તેવા 37 કેદીઓ કાયદા અમલીકરણ અધિકારીઓ, કિશોરો અને કેટલાક અન્ય કેદીઓનો સમાવેશ થાય છે.વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે બાઇડન માત્ર આતંકવાદ અને નફરતથી પ્રેરિત સામૂહિક હત્યા માટે મૃત્યુદંડનું સમર્થન કરે છે.
ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર 13 ડિસેમ્બર સુધી પ્રેસિડન્ટના તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જો બાઈડને 65 લોકોની સજા માફ કરી છે અને 1,634 કેદીઓની સજામાં ઘટાડો કર્યો છે.